રંગીન ગુજરાતીઓની પહેલી પસંદ છે થાઈલેન્ડનો આ બીચ, રોમેન્ટિક પાર્ટનર હોય તો મજા પડી જાય
gujarati in thailand : તમને એમ લાગતું હશે કે ગુજરાતીઓ થાઈલેન્ડના સુંદર બીચ જોવા માટે થાઈલેન્ડ જતા હશે, આ વાત તો સાચી છે... પરંતુ ગુજરાતીઓ સૌથી પહેલા થાઈલેન્ડના ફૂકેટમાં રોમાન્સ કરવાનું પસંદ કરે છે
Trending Photos
gujarati in thailand : ગુજરાતીઓ વેકેશન પડે એટલે થાઈલેન્ડ ઉપડી જાય. એવુ કહેવાય છે કે, પ્રમાણમાં સસ્તી ટુર હોય છે એટલે ગુજરાતીઓ સૌથી વધુ થાઈલેન્ડ ફરવા જાય છે. અત્યંત સુંદર બીચ અને પ્રાકૃતિક સુંદરતાથી ભરપૂર થાઈલેન્ડ બધાને પોતાની તરફ આકર્ષિત કરે છે. તેના બીચ એવા છે કે મન ભરાતુ નથી. તેમાં પણ થાઈલેન્ડની નાઈટલાઈફ વાત જ કંઈક અલગ છે. પરંતું તમને એમ લાગતું હશે કે ગુજરાતીઓ થાઈલેન્ડના સુંદર બીચ જોવા માટે થાઈલેન્ડ જતા હશે, પણ તમે ખોટા છો. થાઈલેન્ડ જવાનું મુખ્ય કારણ તેની રાતનો રંગીન માહોલ છે. થાઈલેન્ડમાં રાત પડે એટલે દુનિયા બદલાઈ જાય છે. એટલે જ તો, બેંગકોક, પતાયા જેવી જગ્યાઓ પર ગુજરાતીઓ જ સૌથી વધુ જોવા મળે છે. રંગીન મિજાજી ગુજરાતીઓ માટે થાઈલેન્ડ સ્વર્ગ જેવું છે. પરંતુ આજે વાત કરીએ થાઈલેન્ડના એ શહેરની જ્યાં ગુજરાતીઓ સૌથી વધુ જવાનું પસંદ કરે છે. તે છે ફુકેત.
ફુકેત બીચ દુનિયાના સૌથી સુંદર બીચમાંથી એક છે. ચોખ્ખુચણાક વાદળી રંગનું પાણી, સફેદ રેતી અને તેના પર બીકીનીમાં ફરતી મસ્ત બાળાઓ. આનાથી વધુ સારી રોમેન્ટિક જગ્યા શું હોઈ શકે. સમુદ્ર કિનારે ફરવા ઉપરાંત સ્પીડ બોટિંગ, સ્કાય ડાઈવિંગ જેવી અનેક બાબતો માટે આ બીચ ફેમસ છે. તમારા પાર્ટનર સાથે તમે આ જગ્યાઓ પર ફરી શકો છો. તેમાં પણ કાટા નોઈ બીચ, કમલા બીચ, સુરિન બીચ, ફ્રીડમ બીચ જેવા શાંતિવાળા બીચ ખાસ પોપ્યુલર છે. ત્યા જતા પહેલા આ માહિતી તમને જરૂર કામ લાગશે.
થાઈલેન્ડના આ ખૂણા પર એક એવો દરિયાઈ ખૂણો છે, જ્યાં ભીડથી દૂર એક શાંત જગ્યા છે. તમારા પાર્ટનર સાથે સમય વિતાવવા આનાથી વધુ સારો વિકલ્પ કોઈ ન હોઈ શકે. ફ્રીડમ બીચ સફેદ રેતીની 300 મીટર લાંબી ગ્રેનાઈટ પહાડીઓથી ભરેલી અદભૂત ખાડી છે. પહાડીઓથી ઘેરાયેલી છે. વચ્ચે સોકર, બીચ વોલીબોલ અને અન્ય રમતો રમાતી હોય છે.
કોરોના બીચથી થોડે દૂર કાટી બીચ છે, જેની રેતાળ ખાડીઓ અને ક્રિસ્ટલ જેવુ સાફ પાણી મંત્રમુગ્ધ કરી દે તેવું છે. બીચના કિનારે લાગેલ તાડના વૃક્ષો, વિવિધ રેસ્ટોરન્ટ્સ અહી જોવા મળે છે. અહી ફરવા માટે બેસ્ટ રિસોર્ટસ પણ છે. પરિવાર માટે ફરવા માટે આ જગ્યા બેસ્ટ ગણાય છે. અહી રાતના સમયે થોડી ચહલપહલ જોવા મળે છે. મે મહિનાથી ઓક્ટોબરની વચ્ચે અનેક લોકો અહી સર્ફ રમવા માટે આવે છે. જ્યારે કે, નવેમ્બરથી એપ્રિલની વચ્ચે અહી સનસેટની મજા લેવા આવે છે.
અહીં થાઈલેન્ડના સૌથી સારા દરિયા કિનારા છે, જે થીમ પાર્ટી માટે ફેમસ છે. પેટોંગ બીચ હંમેશા પોતાના શાનદાર નજારા, મસાજ પાર્લર અને અદભૂત નાઈટક્લબથી ચર્ચામાં રહે છે. અહીંની જગ્યાઓ ઉર્જાથી ભરપૂર છે. તેમાં અનેક નાઈટ ક્લબ, કેબરે, બાર, નાની દુકાનો અને રેસ્ટોરન્ટ્સ ઉપલબ્ધ છે. સમુદ્ર તળથી 2.2 મીલ લંબાઈમાં તે ફેલાયેલું છે. તમે ફુકેતના એરપોર્ટથી કાર કે વાહનો દ્વારા દરિયા કિનારા સુધી પહોંચી શકો છો.
ગુજરાતીઓમાં થાઈલેન્ડનો ક્રેઝ
મોટી સંખ્યામાં ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ વારંવાર થાઈલેન્ડ ફરવા ઉપડી જાય છે. જેની પાછળનું મુખ્ય અને મોટું કારણ થાઈલેન્ડની નાઈટલાઈફ છે. થાઈલેન્ડમાં એક એકથઈ ચઢિયાતા ડિસ્કો બાર, રંગીન ગલીઓ, કોલગર્લ્સ છે. આ કારણે આ દેશ વધુ જાણીતો છે. બેંગકોક, ફૂકેટ, પટાયાની ગલીઓ રંગીન મિજાજીઓ માટે જાણીતી છે. આ કારણે થાઈલેન્ડ ટુરિઝમનો ગઢ ગણાય છે. સાથે જ થાઈ મસાજ પણ બીજું આકર્ષણનું કેન્દ્ર છે. આ કારણોથી ગુજરાતીઓ થાઈલેન્ડ જવા આતુર હોય છે.
રેડ લાઈટ એરિયાનો ક્રેઝ
ભારતીય પુરુષોનું થાઈલેન્ડ જવાનું એક સૌથી મોટું કારણ એ છે કે અહીંયા પર સસ્તું સેક્સ પણ ઉપલબ્ધ છે. એટલા માટે પરણિત અને અપરણિત પુરુષોને ફરવા માટેનું હોટ પ્લેસ બનેલું છે. ખાસ કરીને થાઈલેન્ડની નાઈટ લાઈફ પુરુષોને આકર્ષે છે. જેમાં થાઈલેન્ડનું નાના પ્લેસ હોટ ફેવરિટ છે. આ એક એવી જગ્યા છે જ્યાં તમને લાઈટવાળી ચમકતી બાલકનીમાંથી જોતી સુંદર મહિલાઓ દેખાઈ જશે. જે તમને દરેક પ્રકારની સેક્સ્યુઅલ ડિઝાયર પૂરી પાડે છે. આ એક રેડ લાઈટ એરિયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે