Shocking: The Kerala Story ફેમ અદા શર્માએ ફિલ્મોમાંથી લીધો બ્રેક, નિર્ણય જાહેર કરી ચાહકોને ચોંકાવ્યા
The Kerala Story: ધ કેરેલા સ્ટોરી ફિલ્મથી પોતાના અભિનયનો દમ દેખાડનાર અદા શર્માના ચાહકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. અદા શર્મા હવે ફિલ્મોમાંથી બ્રેક લેવાની છે. આમ કરવાનું કારણ તેની મેડિકલ કંડિશન છે. અદા શર્માને ત્વચા સંબંધિત સમસ્યા થઈ ગઈ છે જેના કારણે તે સ્ક્રીન પર પણ આવી શકે તેમ નથી.
The Kerala Story: ધ કેરેલા સ્ટોરી ફેમ ફિલ્મ અભિનેત્રી અદા શર્માએ તેના ચાહકોને ચોંકાવી દીધા છે. અભિનેત્રીએ ઈંસ્ટાગ્રામ પર એક પોસ્ટ કરીને કન્ફર્મ કર્યું છે કે તે હવે ફિલ્મોથી બ્રેક લેશે. થોડા સમય પહેલા જ ફૂડ એલર્જીના કારણે અદા શર્મા ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હોસ્પિટલમાં દાખલ થયાની વાતને પણ એક્ટ્રેસ એ કન્ફર્મ કરી છે. અદા શર્માએ પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે તેને સ્કીન ઉપર રેશિસ થઈ ગયા હતા. સ્કીન એનર્જી તેના શરીરથી ચહેરા સુધી ફેલાઈ ગઈ છે. તેની મેડિકલ કન્ડિશનના કારણે તે હાલ ફિલ્મોમાંથી બ્રેક લેશે.
આ પણ વાંચો:
પૂજા બનવા આયુષ્માન ખુરાનાએ લીધી આટલી ફી, અનન્યા પાંડે અને અન્ય કલાકારોની ફી પણ તગડી
30 હજાર કરોડના કૌભાંડને સ્ક્રીન પર દેખાડશે હંસલ મેહતા, સ્કેમ 2003 નું જુઓ ટીઝર
જ્યારે સ્ક્રીન પર આ બોલીવુડ સ્ટાર્સે કરી Kiss તો મચ્યો હોબાળો, આ જોડીએ તો કરી હદ..
ધ કેરેલા સ્ટોરી ફેમ અદા શર્માએ ઈંસ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને તેના ચાહકો અને ફેનક્લબનો આભાર માન્યો છે. સાથે જ તેણે ડિસ્ક્લેમર પણ લખ્યું છે કે જો તમે સ્કીન રેશિસના ફોટો જોઈને ડરતા હોય તો ફોટો સ્વાઈપ ન કરતા. કારણ કે ફોટા ભયંકર છે.
સાથે જ તેણે લખ્યું છે કે કેટલીક હેલ્થ કન્ડિશનના કારણે તેને ત્વચા ઉપર રેશિસ થઈ ગયા છે. હાથ ઉપર થયેલા નિશાનને તે કપડાંથી છુપાવી શકતી હતી પરંતુ હવે નિશાન તેના ચહેરા પર પણ દેખાવા લાગ્યા છે. અભિનેત્રીએ લખ્યું છે કે જ્યારે તેને એલર્જી થઈ તો તેણે દવા લીધી અને તેના કારણે તબિયત વધારે ખરાબ થઈ ગઈ. હાલ તે દવા અને ઇન્જેક્શન લઈ રહી છે.
આ સાથે જ તેણે ફિલ્મોમાંથી બ્રેક લેવાની વાત પણ અનાઉન્સ કરી છે. અદા શર્માએ લખ્યું છે કે તેની મેડિકલ કન્ડિશનના કારણે તે ફિલ્મોમાંથી નાનકડો બ્રેક લઈ રહી છે અને આગળ તે આયુર્વેદિક ટ્રીટમેન્ટ લેશે.