Controversial Kisses: જ્યારે સ્ક્રીન પર આ બોલીવુડ સ્ટાર્સે કરી Kiss તો મચ્યો હોબાળો, આ જોડીએ તો કરી દીધી હદ..

Controversial Kisses: બોલીવુડમાં રાયનો પર્વત બનવામાં જરાય સમય નથી લાગતો. ફિલ્મના કેટલાક સીન નિર્માતાઓ અને કલાકારો માટે સમસ્યા બની જાય છે. મોટાભાગે આવી સમસ્યા અને વિવાદ કિસિંગ સીનના કારણે સર્જાય છે. આજે તમને કેટલીક ફિલ્મો અને વેબ સિરીઝના સૌથી વિવાદાસ્પદ કિસિંગ સીન વિશે જણાવીએ. આ કિસિંગ સીને લોકોને આશ્ચર્યમાં મુકી દીધા છે. તો ચાલો તમને જણાવીએ કે વર્ષ 2023માં કયા કયા કલાકારોએ ઓનસ્ક્રીન કિસ કરી લોકોને ચોંકાવી દીધા છે.

કાજોલ

1/5
image

ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થયેલી ધ ટ્રાયલ વેબ સિરીઝ માટે અભિનેત્રી કાજોલે તેની વર્ષો જૂની નો કિસિંગ પોલિસી તોડી છે. આ સિરીઝમાં અભિનેત્રીએ અલી ખાન અને જીશુ સેનગુપ્તા સાથે લિપલોક સીન કર્યો છે.

નવાઝુદ્દીન સિદ્દીકી અને અવનીત કૌર

2/5
image

ટીકુ અને વેડ્સ શેરુ ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી અને અવનીત કૌરના કિસિંગ સીનથી સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો હતો. લોકોને 49 વર્ષીય અભિનેતા અને 21 વર્ષની અભિનેત્રી વચ્ચેના લિપલોક સીને આશ્ચર્યચકિત કરી દીધા હતા.

ધર્મેન્દ્ર અને શબાના આઝમી

3/5
image

હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ રોકી અને રાનીની લવસ્ટોરીમાં ધર્મેન્દ્ર અને શબાના આઝમીનો કિસિંગ સીન બતાવવામાં આવ્યો. ધર્મેન્દ્ર અને શબાના આઝમીના કિસિંગ સીનની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે.

અનિલ કપૂર અને શોભિતા ધુલીપાલા

4/5
image

ધ નાઈટ મેનેજર વેબ સીરીઝમાં અનિલ કપૂર અને શોભિતાના લિપલોક સીને પણ ઘણી ચર્ચા જગાવી હતી. 

જેડી હદીદ અને આકાંક્ષા પુરી

5/5
image

બિગ બોસ ઓટીટી 2 માં એક ટાસ્ક દરમિયાન જેડી હદીદ અને આકાંક્ષા પુરીએ લિપલોક કિસ કરી હતી. જે પણ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની હતી.