The Kerala Story Controversy: છેલ્લા ઘણા દિવસોથી વિવાદમાં રહેલી ફિલ્મ ધ કેરલા સ્ટોરીનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચી ગયો છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું ત્યારથી જ આ ફિલ્મને લઈને સતત વિવાદ થઈ રહ્યા છે. વિવાદો વચ્ચે આ ફિલ્મ પાંચ મેના રોજ રિલીઝ થવાની છે. પરંતુ આ રિલીઝ ને રોકવાની માંગ કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીમાં ફિલ્મને એક સમુદાય વિશે નફરત ફેલાવનાર કહેવામાં આવી છે અને તેની રિલીઝ અટકાવવા માંગ કરવામાં આવી છે. આ અરજી પર સુનાવણી બુધવારે થઈ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 


The Kerala Story ફિલ્મને મળ્યું A સર્ટીફિકેટ, વિવાદ બાદ 2 ડાયલોગ અને 10 સીન કટ


'ધ કેરલ સ્ટોરી' ફિલ્મ વિવાદ, સંગઠને કહ્યું દાવો સાચો સાબિત કરો અને 1 કરોડ લઈ જાઓ


આ છે ટીવીના સૌથી ભયંકર હોરર શો, ઝી હોરર શોના તો મ્યુઝીકથી પણ થરથર ધ્રુજતા લોકો


ફિલ્મ નિર્માતા વિપુલ અમૃતલાલ શાહ અને નિર્દેશક સુદીપ્તો સેન તેમજ અભિનેત્રી અદા શર્માની આ ફિલ્મ પાંચમીના રોજ રિલીઝ થશે. ફિલ્મ નિર્માતા આ ફિલ્મને સત્ય ઘટના પર આધારિત કહી રહ્યા છે. ફિલ્મમાં 32000 યુક્તિઓની વાત કરવામાં આવી છે જે કેરળમાંથી ગાયબ થઈ ગઈ છે. કથિત રીતે લવ જેહાદ વડે ધર્મ પરિવર્તન કરાવી અને આ માહિતીઓને આતંકી સંગઠનની ગતિવિધિઓનો ભાગ બનાવી તેમને ભારતની બહાર મોકલી દેવાનો દાવો કરવામાં આવ્યો છે. 


ફિલ્મના ટ્રેલરને કરોડો વ્યુ મળી ચૂક્યા છે. જોકે ટ્રેલરમાં જે વાત દર્શાવવામાં આવી છે તેને ઘણી રાજનીતિક પાર્ટીઓ ખોટી ગણાવી તેનો વિરોધ કરી રહી છે. આ વિરોધ વચ્ચે પત્રકાર કુરબાન અલીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ અરજીને વરિષ્ઠ વકીલ કપિલ સિબલ અને વકીલ નિઝામ પાસાએ જસ્ટિસ એમ જોશેફ અને બી વી નાગરત્નાની બેચ સામે રાખી છે. સાથે જ અરજી કરી છે કે આ મામલે તુરંત જ સુનવણી કરવામાં આવે અને ફિલ્મની રિલીઝને અટકાવવામાં આવે.


આ મામલે જસ્ટિસ એમ જોશેફે જણાવ્યું હતું કે ફિલ્મને વૈધાનિક પ્રમાણપત્ર મળી ગયું છે તેવામાં ફિલ્મની રીલીઝ અટકાવવી હોય તો તે સર્ટિફિકેટને હાઇકોર્ટમાં પડકારવું જોઈએ. આ વાતનો જવાબ આપતા સીબલે જણાવ્યું હતું કે ફિલ્મ રિલીઝ થવામાં થોડા જ દિવસો છે તેથી આ અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. આ મામલે જસ્ટીસ બી વી નાગરત્નાએ કહ્યું હતું કે દરેક બાબત સીધી સુપ્રીમ કોર્ટ સુધી લાવવી ન જોઈએ.