'ધ કેરલ સ્ટોરી' ફિલ્મ પર વિવાદ વધ્યો, આ સંગઠને કહ્યું દાવો સાચો સાબિત કરો અને 1 કરોડનું ઈનામ લઈ જાઓ

The Kerala Story Controversy: હિન્દી ફિલ્મ 'ધ કેરલ સ્ટોરી'નું ટ્રેલર રિલીઝ થયા બાદથી સતત વિવાદો ચાલી રહ્યા છે તેવામાં હવે આ ફિલ્મને લઈને જે દાવો કરવામાં આવ્યો છે તેનાથી ખળભળાટ મચી ગયો છે.

'ધ કેરલ સ્ટોરી' ફિલ્મ પર વિવાદ વધ્યો, આ સંગઠને કહ્યું દાવો સાચો સાબિત કરો અને 1 કરોડનું ઈનામ લઈ જાઓ

The Kerala Story Controversy: હિન્દી ફિલ્મ 'ધ કેરલ સ્ટોરી'નું ટ્રેલર રિલીઝ થયા બાદથી સતત વિવાદો ચાલી રહ્યા છે તેવામાં હવે આ ફિલ્મને લઈને જે દાવો કરવામાં આવ્યો છે તેનાથી ખળભળાટ મચી ગયો છે. મુસ્લિમ યુથ લીગની કેરળ સ્ટેટ કમિટીએ કહ્યું છે કે તે ફિલ્મમાં લગાવવામાં આવેલા આરોપોને સાબિત કરનાર વ્યક્તિને 1 કરોડ રૂપિયાનું ઈનામ આપશે. સાથે જ અભિનેતા અને વકીલ સી શુક્કરે ફિલ્મમાં કરાયેલા દાવાને ફગાવી દેતા કહ્યું કે 32 હજાર નહીં કોઈ ફક્ત 32 મહિલાઓના નામ અને સરનામા આપી સાબિત કરે કે તે આઈએસમાં જોડાઈ છે તો તે તેને 11 લાખનું ઈનામ આપશે. 

આ પણ વાંચો: 

ઉલ્લેખનીય છે કે કેરલ સ્ટોરી ફિલ્મના ટ્રેલરમાં દાવો કરવામાં આવ્યો છે કે કેરલમાંથી 32,000 મહિલાઓએ ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો અને ઈસ્લામિક સ્ટેટમાં જોડાઈ હતી. આ ફિલ્મને લઈને રાજકીય વિવાદ ઊભો થયો છે. હવે તેમાં મુસ્લિમ યુથ લીગની કેરલ સમિતિએ કહ્યું છે કે 4 મેના રોજ કેરલના દરેક જિલ્લામાં કેન્દ્રો શરુ કરવામાં આવશે અને જે કોઈ પણ વ્યક્તિ આ આરોપોને સાબિત કરશે તેને 1 કરોડ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે.  

કમિટીએ એક પોસ્ટર પણ જાહેર કર્યું છે જેમાં લખ્યું છે કે, '32,000 કેરલવાસીઓ ધર્મ પરિવર્તન કરીને સીરિયા ભાગી ગયા હોવાના આરોપોને સાબિત કરો. પડકાર સ્વીકારો અને પુરાવા જમાા કરો. આ સિવાય કેરલના અભિનેતા અને વકીલ સી શુક્કરે ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે ફિલ્મના ટ્રેલરમાં 32,000 મહિલાઓના ધર્મ પરિવર્તન અને તેમના ઈસ્લામિક સ્ટેટમાં જોડાવાની વાત કરવામાં આવી છે. જો કોઈ તેમાંથી 32 મહિલાઓના નામના પુરાવા પણ લાવશે તો તેને 11 લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. તેણે કહ્યું હતું કે, 'લવ જેહાદ' કેસ અંગે કોઈ પુરાવા વિના સમુદાય અને રાજ્યને દોષ દેવાનું બંધ કરવું જોઈએ.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news