Netflix Web Series Season 3: નેટફિક્સ પર ટૂંક સમયમાં જ પાંચ સૌથી લોકપ્રિય વેબ સિરીઝની ત્રીજી સિઝન રિલીઝ થશે. જેની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે. નેટફિક્સ પર રિલીઝ થયેલી વેબસરીઝમાં આ 5 વેબ સિરીઝ સૌથી વધુ લોકપ્રિય થઈ હતી. ત્યારે હવે દર્શકો માટે આ વેબ સિરીઝની ત્રીજી સિઝન પણ રિલીઝ કરવામાં આવશે. સત્તાવાર જાહેર કર્યા અનુસાર નેટફ્લિક્સ પર આ વર્ષ દરમિયાન દિલ્હી ક્રાઈમ, કોટા ફેક્ટરી સહિત પાંચ પોપ્યુલર વેબ સિરીઝની ત્રીજી સિઝન રિલીઝ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હી ક્રાઈમ સિઝન 3


દિલ્હી ક્રાઈમ વેબ સીરીઝ હાઈ પ્રોફાઈલ કેસની તપાસ પર આધારિત વેબ સિરીઝ છે. આ વેબ સિરીઝની પહેલી બે સીઝન ખૂબ જ હીટ રહી હતી. ત્યારે હવે તેની ત્રીજી સિઝન પણ રિલીઝ થશે. 


આ પણ વાંચો:


આ OTT પ્લેટફોર્મ પર 22 માર્ચે રિલીઝ થશે Shah Rukh Khan ની સુપરહિટ ફિલ્મ Pathaan


સારા અલી ખાને ફિલ્મ ગૈસલાઇટમાં તોડ્યો અક્ષય કુમારનો રેકોર્ડ, 31 માર્ચે થશે રિલીઝ


Hera Pheri 3 માં અક્ષય કુમાર સાથે દેખાશે સંજય દત્ત, બાબાએ જણાવ્યું તેના પાત્ર વિશે..


કોટા ફેક્ટરી 


કોટા ફેક્ટરી પણ લોકપ્રિય વેબ સિરીઝ છે. જેનું નિર્દેશન રાઘવ સુબ્બુએ કરેલું છે. આ વેબ સીરીઝ કોચિંગ સેન્ટરમાં એન્જિનિયરિંગ ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ ઉપર આધારિત છે. આ વેબ સિરીઝમાં જીતેન્દ્રકુમાર ફિઝિક્સના ટીચર ના પાત્રમાં જોવા મળશે. આ વેબ સિરીઝની પહેલી સીઝન 2019 માં આવી હતી.


મિસ મેચ્ડ


નેટફિક્સની આ વેબ સિરીઝ યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય રહી હતી. મિસ મેચ્ડમાં પ્રાજક્તા કોહલી અને રોહિત શરાફ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. તેમની કેમેસ્ટ્રી લોકોને ખૂબ જ ગમી હતી.


બોલીવુડ વાઈફ્સ


કરણ જોહરના ધર્મ પ્રોડક્શનની ફેબ્યુલસ લાઈફ ઓફ બોલીવુડ વાઈફ્સ વેબ સીરીઝની પણ ત્રીજી સિઝન રિલીઝ થવાની છે. આ વેબ સિરીઝમાં બોલીવુડ એક્ટર્સની પત્નીઓના જીવન વિશે ખુલાસા કરવામાં આવે છે. આ વેબ સિરીઝમાં મહિપ કપૂર, ભાવના પાંડે, સીમા ખાન અને નીલમ કોઠારી જોવા મળે છે.


She
She પણ એક લોકપ્રિય વેબ સિરીઝ છે જેનો ત્રીજો પાર્ટ ટુંક સમયમાં રિલીઝ થશે. આ એક ક્રાઈમ થ્રીલર વેબ સિરીઝ છે જેની પહેલી બે સીઝન ખૂબ જ હીટ સાબિત થઈ હતી.