Coconut Water: આ 3 બીમારીમાં દર્દીને નાળિયેર પાણી પીવડાવવું નહીં, થાય છે ગંભીર નુકસાન

Coconut Water: શરીરની નબળાઈ દૂર કરવા માટે અને તુરંત જ રિફ્રેશ અનુભવ કરવા માટે નાળિયેર પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. નાળિયેર પાણી ડીહાઇડ્રેશનથી પણ બચાવે છે અને શરીરને તુરંત એનર્જી પૂરી પાડે છે. સ્વાસ્થ્ય માટે ફાયદાકારક નાળિયેર પાણી કેટલા લોકો માટે નુકસાનકારક પણ છે. 

તુરંત એનર્જી મળે

1/6
image

નાળિયેર પાણીમાં પોટેશિયમની માત્રા વધારે હોય છે તેથી જ્યારે પણ નાળિયેર પાણી પીવામાં આવે તો શરીરને તુરંત એનર્જી મળે છે. પરંતુ વધારે માત્રામાં નાળિયેર પાણી શરીરમાં ઇલેક્ટ્રોલાઇટનું બેલેન્સ બગાડી શકે છે. 

નાળિયેર પાણી

2/6
image

આયુર્વેદમાં પણ નાળિયેર પાણી પીવાના કેટલાક નિયમો જણાવેલા છે. કેટલીક બીમારીમાં નાળિયેર પાણી ન પીવાની સલાહ આપવામાં આવે છે. આ બીમારીઓમાં નાળિયેર પાણી પીવાથી તબિયત વધારે બગડી શકે છે. 

બ્લડ પ્રેશર

3/6
image

નાળિયેર પાણી પીવાથી હાઈ બ્લડ પ્રેશર સંતુલિત કરવામાં મદદ મળે છે. પરંતુ વધારે માત્રામાં નાળિયેર પાણી પી લેવાથી બ્લડ પ્રેશર લો પણ થઈ શકે છે જે એક ગંભીર સ્થિતિ છે. 

ડાયાબિટીસ

4/6
image

ડાયાબિટીસના દર્દીઓએ વધારે માત્રામાં કે વારંવાર નાળિયેર પાણી પીવાનું ટાળવું જોઈએ. તેનાથી બ્લડ સુગર લેવલ વધી શકે છે અને કિડની અને નુકસાન થાય છે. 

પેટમાં દુખાવો

5/6
image

વધારે માત્રામાં નાળિયેર પાણી પીવાથી પેટ સંબંધિત સમસ્યા થાય છે. જે લોકોને પાચન સંબંધિત સમસ્યા હોય તેઓ નાળિયેર પાણી વધારે પીવે તો ડાયરિયા કે પેટમાં દુખાવો થઈ શકે છે. તેથી આવા લોકોએ નાળિયેર પાણી ખૂબ જ ઓછી માત્રામાં પીવું જોઈએ.

6/6
image