આ અત્યાર સુધીની 7 સૌથી ડરામણી ફિલ્મો છે : જોયા પછી ધોળે દિવસે લાગશે ડર, સુન્ન થઈ જશે મગજ
bollywood horror movies: OTT પ્લેટફોર્મના આગમન પછી હોરર ફિલ્મો વધુ સારી બનવા લાગી છે. તો ચાલો અમે તમને કેટલીક શ્રેષ્ઠ હોરર ફિલ્મો વિશે જણાવીએ.
Best Bollywood Horror Movies: બોલિવૂડમાં દરેક શૈલીની ફિલ્મો બને છે. કોમેડી, ફેમિલી ડ્રામા, એક્શનથી લઈને હોરર સુધી. છેલ્લા કેટલાક સમયથી બોલિવૂડનો વ્યાપ ઘણો વધી ગયો છે. ખાસ કરીને હોરર એક એવી જોનર છે, જેને દરેક વર્ગના દર્શકો જોવાનું પસંદ કરે છે. OTT પ્લેટફોર્મના આગમન પછી હોરર ફિલ્મો વધુ સારી બનવા લાગી છે. તો ચાલો અમે તમને કેટલીક શ્રેષ્ઠ હોરર ફિલ્મો વિશે જણાવીએ.
Jobs 2023: 12 પાસ માટે GSRTC બંમ્પર ભરતી, જાણો A TO Z માહિતી
UPI યુઝર્સ માટે RBIની મોટી જાહેરાત, પેમેન્ટ કરવા માટે PIN ની જરૂર નહીં પડે!
બોલિવૂડમાં લાંબા સમયથી હોરર ફિલ્મો આવી રહી છે, પરંતુ 2002માં રિલીઝ થયેલી 'રાઝ' જેવી સફળતા ભાગ્યે જ હોરર ફિલ્મોના હાથમાં આવી છે. ડીનો મોરિયા અને બિપાશા બાસુ અભિનીત ફિલ્મ રાઝમાં આશુતોષ રાણા મહત્વની ભૂમિકામાં હતા, જેટલા દર્શકો આ ફિલ્મની ઓરિજનલ ચુડૈલ જોઈને નહોતા ડર્યા એનાથી વધારે આશુતોષ રાણાના કેરેક્ટરે ડરાવ્યા હતા. રાઝ સિવાય, બોલીવુડની ઘણી એવી હોરર ફિલ્મો છે જે તમારા મનને સુન્ન કરી દેશે. આજે અમે તમને બોલીવુડની આવી જ કેટલીક હોરર ફિલ્મો વિશે જણાવીશું.
વેટ લોસથી માંડીને વાળને ચમકાવવામાં અસરદાર છે હિબિસ્કસ ટી, જાણો તેના અચૂક ફાયદા
અહીં વાદળામાંથી થાય છે 'આલ્કોહોલ' નો વરસાદ, નાસાને મળ્યો કમાલનો ગ્રહ
તુમ્બાડ: હોરર અને રોમાંચથી ભરપૂર તુમ્બાડ, અનિલ બર્વે દ્વારા નિર્દેશિત છે, જેને IMDb પર સૌથી વધુ 8.2 રેટિંગ મળ્યું છે. ફિલ્મની વાર્તા ખૂબ જ રસપ્રદ હોવા ઉપરાંત, તે તમને 'લાલચ બુરી બાલા' ના ખ્યાલથી પણ પરિચય કરાવે છે.
સ્ત્રી: રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂર અભિનીત 'સ્ત્રી' પ્રેક્ષકોને ડરાવવાની સાથે-સાથે સાવે છે અને એક સામાજિક સંદેશ પણ આપે છે. ફિલ્મને IMDb પર 7.5 રેટિંગ મળ્યું છે.
રાઝ: જ્યારે 2002માં બિપાશા બાસુ, ડીનો મોરિયા અને આશુતોષ રાણા અભિનીત 'રાઝ' રીલિઝ થઈ, ત્યારે પ્રેક્ષકો થિયેટરોમાં ઉમટી પડ્યા હતા. આ ફિલ્મે દર્શકોને ખૂબ ડરાવ્યા હતા અને તેમને ડરાવીને જંગી કમાણી કરી હતી. ફિલ્મની વાર્તા એક પરિણીત યુગલ આદિત્ય અને સંજનાની આસપાસ ફરે છે, જેનું જીવન ત્યારે બદલાઈ જાય છે જ્યારે એક જિદ્દી આત્મા આદિત્યનો પીછો કરે છે અને તેને લઈ જવાનું નક્કી કરે છે. રાજને IMDb પર 6.6 રેટિંગ મળ્યું છે.
ઉત્તર દિશામાં રાખો આ છોડ, ઘરે ચાલીને આવશે માં લક્ષ્મી, રાતો-રાત થઇ જશો અમીર!
Top-5 Cheapest 5G Phone: આ છે દેશના સૌથીના સૌથી સસ્તા ફોન, જાણો કિંમત અને ખૂબીઓ
બુલબુલ: અન્વિતા દત્ત ગુપ્તન દ્વારા દિગ્દર્શિત 'બુલબુલ', 2020 માં OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રજૂ કરવામાં આવી હતી, જેમાં બાળપણમાં લગ્ન થઈ ગયેલી એક છોકરીની વાર્તા બતાવવામાં આવી હતી. ઘરમાં પોતાના જ પતિ અને વહુના અત્યાચારનો ભોગ બનેલી બુલબુલ એવા પુરુષોને મારી નાખે છે, જેઓ સ્ત્રીઓ પર અત્યાચાર કરે છે. બુલબુલને IMDb પર 6.5 રેટિંગ મળ્યું છે.
રાતઃ 1992માં રિલીઝ થયેલી 'રાત' રામ ગોપાલ વર્મા દ્વારા બનાવવામાં આવી હતી, જેની વાર્તા એક પરિવારની આસપાસ ફરે છે. જ્યારે તેઓ નવા ઘરમાં શિફ્ટ થાય છે ત્યારે આ પરિવારનું જીવન બદલાઈ જાય છે. અહીં તેમની સાથે વિચિત્ર અને ડરામણી ઘટનાઓ બનવા લાગે છે. આ ફિલ્મને IMDb પર 7.1 રેટિંગ મળ્યું છે.
પેશાબ રોકવાની ભૂલથી પણ ભૂલ ન કરતા, નહીંતર શરીર પર પડશે ખરાબ અસર
RO માં અલગથી આ ફિલ્ટર લગાવવું કેમ છે જરૂરી? તેના વિના નહી થાય કામ
પરી: લીડ રોલમાં અનુષ્કા શર્મા સાથેની 'પરી' પણ ઓછી ડરામણી નથી. પરી નામથી વિપરીત એક ડાકણની વાર્તા છે. જેની પાસે અલૌકિક શક્તિઓ છે અને તે દરમિયાન તે મનુષ્યના પ્રેમમાં પડે છે. આ ફિલ્મમાં અનુષ્કા શર્માએ ડાકણનું પાત્ર ભજવ્યું છે. ફિલ્મને IMDb પર 6.6 રેટિંગ મળ્યું છે.
1920: અદાહ શર્મા અને રજનીશ દુગ્ગલ અભિનીત '1920' કોઈ ઓછી ડરાવનારી નથી. આ ફિલ્મમાં એવા ઘણા દ્રશ્યો છે, તમે જો એકલા જોશો તો ફફડી જશો. આ હોન્ટિંગ ફિલ્મને IMDb પર 6.4 રેટિંગ મળ્યું છે.
શું ખરેખરમાં પાણીપુરી ખાવાથી મોંઢાના ચાંદા ઠીક થઇ જાય છે? આ છે સાચો જવાબ
ઓળખો છો કોણ છે આ સાત સમુંદર પાર ગર્લ....સોશિયલ મિડીયા પર મચાવી રહી છે ધૂમ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube