ફરી વાયરલ થયો પ્રિયા પ્રકાશનો નવો VIDEO, આ વખતે આંખથી નહીં અવાજથી જીત્યું દિલ
પ્રિયા પ્રકાશ વોરિયર (Priya Prakash Varrier) આ વખતે પોતાની આંખોને કારણે નહીં, પરંતુ પોતાના મધુર અવાજને લઈને ચર્ચામાં છે.
નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા સેન્સેશનથી ફિલ્મસ્ટાર બનેલી પ્રિયા પ્રકાશ વોરિયર (Priya Prakash Varrier) એકવાર ફરી પોતાના નવા વીડિયોને કારણે ચર્ચામાં છે. હકીકતમાં પ્રિયા આ વખતે પોતાની આંખોને કારણે નહીં, પરંતુ પોતાના મધુર અવાજને કારણે ચર્ચામાં છે.
ધૂમ મચાવી રહ્યો છે પ્રિયાનો નવો વીડિયો
પોતાના પહેલા વીડિયોમાં જ્યાં પ્રિયા પ્રકાશે આંખ મારીને લોકોનું દિલ જીત્યું હતું અને રાતોરાત ઇન્ટરનેટ સ્ટાર બની ગઈ હતી, તો હવે પોતાના મધુર અવાજથી લોકોને પોતાના દીવાના બનાવી રહી છે. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ધૂમ મચાવી રહ્યો છે, જેને તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયોમાં પ્રિયા 'હાય રામા યે ક્યા હુઆ' ગીત ગાતી જોવા મળી રહી છે. તમે પણ જુઓ પ્રિયાનો આ નવો વીડિયો-
સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube