નવી દિલ્હી: પ્રોડ્યુસર એક્તા કપૂરે લોકડાઉનમાં ઢીલ અપાતા જ પોતાની ડેઈલી સોપ નાગિન 4નું શૂટિંગ ફરીથી શરૂ કરી દીધુ છે. એક્તાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરી પર ડેઈલી સોપના સેટની કેટલીક તસવીરો શેર કરી. તેણે લખ્યું કે અને આ ફરીથી શરૂ થઈ ગયું શૂટસ્ટાર્ટ્સ, #અનલોક1.'


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક્તાએ જે તસવીરો શેર કરી છે તેમાં કલાકાર સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા જોવા મળી રહ્યાં છે. ટીમના તમામ મેન્બર ગ્લોવ્ઝ, ફેસ શિલ્ડ પહેરેલા જોવા મળી રહ્યાં છે. તસવીરોથી જાણવા મળે છે કે સેટ પર પ્રવેશ કરતા પહેલા કલાકારો અને ચાલક દળના સભ્યોનું થર્મલ સ્ક્રિનિંગ થઈ રહ્યું છે. મેકઅપ કલાકારો અને હેર સ્ટાઈલિસ્ટે વ્યક્તિગત સુરક્ષા ઉપકરણ (પીપીઈ) પહેરેલા જોઈ શકાય છે. 


લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube