Bollywood Holi Songs: હોળી એ રંગોનો તહેવાર છે અને જો આ તહેવારે બોલિવૂડના ગીતો પર મસ્તી ન થાય એવુ બની જ ન શકે.. હિન્દી ફિલ્મોમાં હોળીના તહેવાર પર બનેલા ગીતો જ આ તહેવારને વધુ રંગીન અને રોમાંચક બનાવે છે. અમિતાભ બચ્ચન પર ચિત્રિત 'રંગ બરસે હો' હોય કે રણબીર કપૂરનું 'બલમ પિચકારી' ગીત હોય, આ બધાં ગીતો તહેવારની ખુશીને બમણી કરે છે અને તમને ડાન્સ કરવા પણ મજબૂર કરે છે. જો આ હોળીમાં તમે પણ તમારા મીત્રો સાથે બોલિવૂડના ગીતો પર ડાન્સ કરવા માંગો છો, તો તમે તમારી પ્લેલિસ્ટમાં હિન્દી ફિલ્મોના આ ટોચના ગીતોનો સમાવેશ કરી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'રંગ બરસે' 
ફિલ્મ 'સિલસિલા'નું ગીત 'રંગ બરસે' અમિતાભ બચ્ચન અને રેખાની અદભૂત કેમેસ્ટ્રી સાથેનું બેસ્ટ હોળી સોન્ગ છે. હોળીના તહેવાર પર, જ્યાં સુધી આ ગીત વગાડવામાં ન આવે ત્યાં સુધી મજા જ ન આવે તો તમે શું વિચારી રહ્યા છો, તેને તમારા પ્લે લિસ્ટમાં પહેલા સામેલ કરો.


'બલમ પિચકારી' 
ફિલ્મ 'યે જવાની હૈ દીવાની'નું ગીત 'બલમ પિચકારી' યુવા પેઢીનું પ્રિય હોળી ગીત છે. આ હોળીમાં તમે રણબીર અને દીપિકાના સ્ટેપ્સ સાથે આ ગીત પર પૂરી એનર્જી સાથે ડાન્સ કરીને પણ મજા માણી શકો છો. ગમે તેમ, આ ગીત વાગતાની સાથે જ પગ આપોઆપ ધ્રૂજવા લાગે છે.


'આજ ના છોડેંગે' 
ફિલ્મ 'કટી પતંગ'ના રાજેશ ખન્ના અને આશા પારેખ પર ચિત્રિત, 'આજ ના છોડેંગે' ગીત હોળીની ઉજવણીના ઉત્સાહમાં વધારો કરે છે. આ ગીતને તમારી પ્લેલિસ્ટમાં સામેલ કરો.



આ પણ વાંચો:
લગ્ન પ્રસંગોમાં મોટા અવાજે વાગતું મ્યુઝિક બને છે હાર્ટએટેકનું કારણ? ચોંકાવનારો સ્ટડી
રાજ્યમાં હોળી સમયે ચોમાસા જેવો માહોલ, કમોસમી વરસાદ, કરાવર્ષાથી ઉભાં પાકને નુકસાન
ગુજરાતમાં આગામી 4 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં પડશે કમોસમી વરસાદ


`હોળી ખેલે રઘુવીરા' 
અમિતાભ બચ્ચન અને હેમા માલિની પર ચિત્રિત ફિલ્મ 'બાગબાન'નું ગીત 'હોલી ખેલે રઘુવીરા' ભરપુર મસ્તી વાળુ સોન્ગ છે.


અંગ સે અંગ લગાના
ફિલ્મ 'ડર'નું ગીત 'અંગ સે અંગ લગાના' હોળી પર રચાયેલ બોલિવૂડનું બેસ્ટ ગીત છે. 


'ડુ મી અ ફેવર' 
ફિલ્મ 'વક્ત - રેસ અગેઇન્સ્ટ ટાઈમ'નું ગીત 'ડુ મી અ ફેવર' હોળીની મજાથી ભરપૂર છે. 


જય જય શિવશંકર 
ફિલ્મ 'વોર'માં રિતિક રોશન અને ટાઈગર શ્રોફે હોળીની મજાથી ભરેલા આ ગીત પર જબરદસ્ત ડાન્સ કર્યો છે. આવા કેટલાક આકર્ષક ડાન્સ મૂવ્સ અને આકર્ષક બીટ્સ સાથે આ નવા ગીત પ્લેલિસ્ટમાં એડ કરો.



આ પણ વાંચો:
Indian Railways Rule Changed: રેલવેમાં રાત્રે સૂવા અંગેના બદલાયા નિયમો
Ambani Family House: 'એન્ટીલિયા'માં શિફ્ટ થયા પહેલા આ ઘરમાં રહેતો હતો અંબાણી પરિવાર
Job Cuts: આગામી 6 મહિનામાં શિક્ષા ક્ષેત્રમાં નોકરીયો પર મુકાશે કાપ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube