નવી દિલ્હી : બોલીવુડમાં સિક્કવલ સિરીઝના દોરમાં ધમાલ મચાવવા માટે વધુ એક ફિલ્મ ટોટલ ધમાલ આવી છે. અજય દેવગનની ફિલ્મ ટોટલ ધમાલનું આજે ટ્રેલર રિલીઝ થયું છે. ટ્રેલર જોતાં એવું લાગી રહ્યું છે આ ફિલ્મ ખરેખર મજેદાર છે અને આ ફિલ્મમાં અજય દેવગનની ટીમ જંગલમાં ધમાલ મચાવતી દેખાઇ રહી છે. ફિલ્મમાં અજય દેવગન ઉપરાંત અનિલ કપૂર અને માધુરી દીક્ષિત પણ છે. અનિલ કપૂર અને માધુરી દીક્ષિત 18 વર્ષ બાદ ફરી એકવાર આ ફિલ્મમાં સાથે દેખાઇ રહ્યા છે. 


અજય દેવગને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ ફિલ્મનું ટ્રેલર અને પોસ્ટર પોસ્ટ કર્યા છે. 


બોલીવુડના લેટેસ્ટ ન્યૂઝ જાણો એક ક્લિક પર