નવી દિલ્હી : લાંબા સમય પછી અભિષેક બચ્ચન મોટા પડદા પર કમબેક કરી રહ્યો છે અને તેની આ કમબેક ફિલ્મ 'મનમર્ઝિયા'નું ટ્રેલર આજે રિલીઝ થઈ ગયું છે. રોમાન્સથી ભરપુર આ ટ્રેલરમાં વિક્કી કૌશલ, તાપસી પન્નુ અને અભિષેક બચ્ચન મજેદાર અંદાજમાં જોવા મળે છે. ટ્રેલરમાં વિક્કી કૌશલ અનોખા અંદાજમાં જોવા મળે છે. તેની હેરસ્ટાઇલથી માંડીને કપડાં સુધીનો અંદાજ રસપ્રદ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્રેલરમાં રૂમી એટલે કે તાપસી અને વિક્કી એટલે કે વિક્કી કૌશલ એકબીજાને બહુ પ્રેમ કરતા હોય છે અને ઘરમાંથી ભાગવા પણ તૈયાર હોય છે. જોકે વિક્કીના ઢીલા વલણથી કંટાળીને રૂમી તેને ચેતવણી આપી દે છે જો તે લગ્ન નહીં કરે તો તે કોઈ બીજા સાથે લગ્ન નહીં કરે. અહીં એન્ટ્રી થાય છે અભિષેક બચ્ચનની. તે રૂમી સાથે લગ્ન કરવા પહોંચે છે. ટ્રેલર જોઈને 'મનમર્ઝિયા' રસપ્રદ વળાંક જેવી લાગે છે. 


બોલિવૂડના સમાચાર જાણવા કરો ક્લિક...