નવી દિલ્હી : જેમ્સ બોન્ડનાં ચાહકો માટે સારા સમાચાર આવ્યા છે. હાલમાં જેમ્સ બોન્ડની અપકમિંગ ફિલ્મ ‘નો ટાઈમ ટુ ડાઇ’ (No Time to Die) નું ટ્રેલર રિલીઝ થયું છે. બોન્ડ સિરીઝની આ 25મી ફિલ્મ છે. જેમ્સ બોન્ડનો રોલ નિભાવી રહેલ એક્ટર ડેનિયલ ક્રેગ ટ્રેલરમાં છવાઈ ગયો છે. યુટ્યુબ પર ફિલ્મનાં ટ્રેલરને અત્યાર સુધી 50 લાખથી પણ વધારે લોકોએ જોયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હોલિવૂડ સ્ટાર ડેનિયલ ક્રેગ વર્ષ 2006થી જેમ્સ બોન્ડની સીરિઝમાં જેમ્સ બોન્ડનો રોલ પ્લે કરે છે, ફિલ્મના ડિરેક્ટર કેરી ફુકુનાગા છે. આ ફિલ્મમાં બોન્ડ કિડનેપ થયેલ વૈજ્ઞાનિકને રહસ્યમય વિલનથી બચાવતો દેખાશે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક