વિરૂષ્કાની ફર્સ્ટ એનિવર્સરી : જોડીના લગ્નમાં આ દાઢીવાળી વ્યક્તિનો છે ખાસ રોલ
એક વર્ષ પહેલાં વિરાટ કોહલી અને અનુષ્કાએ ઇટાલીના ટસ્કનીમાં લગ્ન કર્યા હતા
નવી દિલ્હી : આજે બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલીના લગ્નની પહેલી એનિવર્સરી છે. આ જોડીએ લાંબા ડેટિંગ પછી એક વર્ષ પહેલાં ઇટાલીના ટસ્કનીમાં લગ્ન કર્યા હતા. હાલમાં આ જોડી બહુ ખુશ છે. આ જોડીના લગ્ન વખતે આ દાઢીવાળી વ્યક્તિની બહુ ચર્ચા હતા. હકીકતમાં આ દાઢીધારી વ્યક્તિ અનુષ્કાનો ફેમિલી પંડિત છે અને વિરૂષ્કાના લગ્ન આ પંડિતે જ કરાવ્યા છે.
લગ્ન વખતે અનુષ્કા સાથે જે ફેમિલી પંડિતને જોવામાં આવ્યા હતો તે આ પહેલાં પણ અનુષ્કા અને વિરાટ સાથે દેહરાદુનમાં દેખાયો હતો. આ પંડિતે જ અનુષ્કા અને વિરાટની પૂજા કરાવી હતી.
VIDEO : પત્ની ઐશ્વર્યા સાથે ડાન્સ કરનાર અભિષેક પર થઈ પેટ પકડીને હસવું આવે એવી કમેન્ટ્સ, વાંચો
[[{"fid":"194243","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
હાલમાં અનુષ્કા પહેલી એનિવર્સરીના સેલિબ્રેશન માટે ઓસ્ટ્રેલિયા પહોંચી છે. હકીકતમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે એડિલેડમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાઇ રહી છે. આ સંજોગોમાં સેલિબ્રેશન માટે અનુષ્કા ઓસ્ટ્રેલિયા પહોંચી છે. અનુષ્કાએ આ ટ્રિપ કેટલાક મહિના પહેલા જ પ્લાન કરી લીધી હતી. હાલમાં વિરૂષ્કા ખુશીખુશી પોતાનો સમય પસાર કરી રહ્યા છે છે.