મુંબઈઃ સદીના મહાનાયક અમિતાભ બચ્ચનની વધુ એક શાનદાર ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. આગામી દિવસોમાં તમને સિનેમાઘરોમાં આ ફિલ્મ જોવા મળશે. ગઈકાલે 9 નવેમ્બરના દિવસે મુંબઈમાં આ ફિલ્મનું એક શાનદાર સ્ક્રીનિંગ યોજાઈ ગયું. જેમાં બોલીવુડની હસ્તીઓનો જમાવડો જોવા મળ્યો હતો. અમિતાભ બચ્ચનની અપકમિંગ ફિલ્મ 'ઊંચાઈ'નું સ્ક્રિનિંગ 9 નવેમ્બરના રોજ યોજવામાં આવ્યું હતું. જોકે, આ ઈવેન્ટમાં એવી એક ઘટના બની જેને કારણે ઈવેન્ટ ચર્ચાનો વિષય બની ગઈ. અને આ ઈવેન્ટનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

11 નવેમ્બરે ફિલ્મ રિલીઝ થશેઃ
'ઊંચાઈ' ફિલ્મના સ્ક્રીનિંગમાં રાની મુખર્જી, સલમાન ખાન, કાજોલ, રિતેશ દેશમુખ, શહનાઝ ગિલ સહિતના સેલેબ્સ આવ્યા હતા. ફિલ્મમાં અમિતાભ બચ્ચન, બમન ઈરાની, અનુપમ ખેર, ડેની, સારિકા લીડ રોલમાં છે. આ ફિલ્મને સૂરજ બરજાત્યાએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ 11 નવેમ્બરે રિલીઝ થશે.


 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube