Bollywood: એક ફિલ્મ બનાવવા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ અને અનેક લોકોની મહેનત હોય છે. એક ફિલ્મ બનાવવા પાછળ સૌથી વધુ ખર્ચ થતો હોય છે. તેવામાં જો આ ફિલ્મ રિલીઝ ન થાય તો ? જાણીને નવાઈ લાગશે પરંતુ હકીકતમાં વર્ષો પહેલાં સની દેઓલ અને ઐશ્વર્યા રાયની જોડીને ચમકાવતી એક ફિલ્મ બની હતી. આ ફિલ્મ બનાવવા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થયો હતો. પરંતુ તેમ છતાં એક કારણના લીધે આજ સુધી રિલીઝ થઈ શકી નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: આ અભિનેત્રીએ કરી હતી ઓનસ્ક્રીન કિસ કરવાની હિંમત, કિસિંગ સીનના કારણે થઈ હતી બબાલ


સની દેઓલ અને ઐશ્વર્યા રાયની આ ફિલ્મનું નામ ઇન્ડિયન હતું આ એક બિગ બજેટ ફિલ્મ હતી. આ ફિલ્મમાં બંને કલાકારો અલગ જ રોલ નિભાવવાના હતા. ફિલ્મનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું હતું અને ગીતથી લઈને બધું જ નક્કી હતું પરંતુ અચાનક જ ફિલ્મ અટકી ગઈ. આ ફિલ્મ અંગે સની દેઓલે એક શો દરમિયાન ખુલાસો કર્યો હતો. જેના વિશે સાંભળીને બધા જ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.


આ પણ વાંચો: થિયેટરમાં નથી જોઈ શક્યા ટાઈગર 3 ? તો અફસોસ ન કરો, આ તારીખે ઓટીટી પર ઘર બેઠા જોઈ શકશો


વર્ષ 1997માં પહલાજ નિહલાનીના નિર્દેશનમાં આ ફિલ્મ બની હતી. ફિલ્મના ગીતો શૂટિંગ થઈ ગયું હતું અને ફિલ્મનું શૂટિંગ પણ ચાલી રહ્યું હતું. પરંતુ અડધું શૂટિંગ થયું ત્યાં સુધીમાં જ ફિલ્મમાં અનુમાનિત બજેટ કરતાં વધારે ખર્ચ થઈ ગયો. જેના કારણે ફિલ્મ મેકર્સે શૂટિંગ બંધ કરી દેવાનો નિર્ણય લીધો. ત્યાર પછી ઇન્ડિયન ફિલ્મ પર ફરી ક્યારે કામ ન થયું અને તે ફિલ્મ રિલીઝ ન થઈ.


આ પણ વાંચો: અજય દેવગનની ફિલ્મ રેઈડ 2 ની રિલીઝ ડેટ જાહેર, આ તારીખ અમય પટનાયકની થશે એન્ટ્રી


સની દેઓલ અને ઐશ્વર્યા રાયની જોડી ચમકાવતી આ ફિલ્મ જો રિલીઝ થઈ હોત તો નવા નવા રેકોર્ડ સર્જાયા હોત. પરંતુ આવું થઈ શક્યું નહીં. કરોડો રુપિયા અડધી ફિલ્મમાં જ ખર્ચાઈ ગયા તેના કારણે આ ફિલ્મ અટકી ગઈ. જોકે આ ફિલ્મ એવી છે જેની એક પણ ક્લિક પણ ઉપલબ્ધ નથી. આ સમય ઐશ્વર્યા રાયની કારકિર્દીનો પણ શરૂઆતનો સમય હતો.