એક વર્ષ પછી સામે આવ્યો અનુષ્કા અને વિરાટનો લગ્નનો VIDEO, સુપર રોમેન્ટિક છે અંદાજ
વિરાટ અને અનુષ્કાના લગ્ન પંજાબી અને ઉત્તર ભારતીય રિવાજ પ્રમાણે થયા હતા
નવી દિલ્હી : ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માના લગ્નને આજે એક વર્ષ થયું. આ પાવર કપલે સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો સાથે સ્પેશિયલ મેસેજ લખીને વિશ કર્યું. વિરાટ અને અનુષ્કા હાલ ઓસ્ટ્રેલિયામાં એનિવર્સરી સેલિબ્રેટ કરી રહ્યા છે. ઈન્ડિયા-ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ માટે વિરાટ હાલ ઓસ્ટ્રેલિયામાં છે ત્યારે ફિલ્મ પ્રમોશનમાંથી સમય કાઢીને અનુષ્કા પતિ સાથે એનિવર્સરી સેલિબ્રેટ કરવા પહોંચી છે.
અનુષ્કાએ ઈન્સ્ટાગ્રામ પર લગ્નનો વીડિયો શેર કરતાં લખ્યું, “સમય પસાર થતો હોવાનો અનુભવ ન થાય તે સ્વર્ગ સમાન છે…જ્યારે લગ્ન એક સારા વ્યક્તિ સાથે થાય તે સ્વર્ગ સમાન છે.”
વિરૂષ્કાની ફર્સ્ટ એનિવર્સરી : જોડીના લગ્નમાં આ દાઢીવાળી વ્યક્તિનો છે ખાસ રોલ
હાલમાં અનુષ્કા પહેલી એનિવર્સરીના સેલિબ્રેશન માટે ઓસ્ટ્રેલિયા પહોંચી છે. હકીકતમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે એડિલેડમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાઇ રહી છે. આ સંજોગોમાં સેલિબ્રેશન માટે અનુષ્કા ઓસ્ટ્રેલિયા પહોંચી છે. અનુષ્કાએ આ ટ્રિપ કેટલાક મહિના પહેલા જ પ્લાન કરી લીધી હતી. હાલમાં વિરૂષ્કા ખુશીખુશી પોતાનો સમય પસાર કરી રહ્યા છે છે. હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં વિરાટે કહ્યું હતું કે અનુષ્કાએ મારું જીવન બદલી નાખ્યું છે, મને સારો વ્યક્તિ બનાવ્યો છે.