Video: ‘ગલી બોય’નું ચોથુ સોન્ગ રિલીઝ, YouTube પર મચાવી રહ્યું છે ધમાલ
ડિવાઇન અને ડબ શર્માની અવાજમાં રિલીઝ થયેલું સોન્ગ ‘આઝાદી’ 24 કલાકની અંદર યૂટ્યૂબ પર 3,117,173 વખત જોવામાં આવ્યું છે. ત્યારે સમાચારાનું માનીએ તો ફિલ્મમાં કુલ 18 ગીતો છે.
નવી દિલ્હી: બોલીવૂડ એક્ટર રણવીર સિંહની અપકમિંગ ફિલ્મ ‘ગલી બોય’ છેલ્લા કેટલાક દિવસોથી સતત ચર્ચામાં આવી રહી છે. ફિલ્મનું ટ્રેલર ફેન્સની વચ્ચે પહેલાથી જ પોતાની જગ્યા બનાવી ચુક્યું છે. આ વચ્ચે ફિલ્મના ત્રીણ સોન્ગ પણ રિલીઝ થઇ ગયા છે. ત્યારે આ ફિલ્મનું ચોથુ સોન્ગ ‘આઝાદી’ પણ રિલીઝ કરવામાં આવ્યું છે. ડિવાઇન અને ડબ શર્માની અવાજમાં રિલીઝ થયેલું સોન્ગ ‘આઝાદી’ 24 કલાકની અંદર યૂટ્યૂબ પર 3,117,173 વખત જોવામાં આવ્યું છે. ત્યારે સમાચારાનું માનીએ તો ફિલ્મમાં કુલ 18 ગીતો છે.
વધુમાં વાંચો: Throwback : આ એક્ટરને કારણે માધુરી ક્યારેય ન બની અમિતાભની હિરોઇન !
આલિયા ભટ્ટ પણ પાવરફૂલ ભૂમિકામાં
તમને જણાવી દઇએ કે, ‘સિંબા’ અને ‘ખિલજી’ બાદ રણવીર સિંહ મુંબઇની ચાલના છોકરાના રોલમાં જોવા મળશે. ફિલ્મ ‘ગલી બોય’નું ટ્રેલર જોઇને લાગી રહ્યું છે કે બોલીવુડમાં ફરી એકવાર ફ્રેશ સ્ટોરીને ફેન્સની સામે લાવવામાં આવી છે. ફિલ્મમાં આલિયા ભટ્ટ પણ પાવરફૂલ અને આઝાદ વિચારવાળી છોકરીની ભૂમિકામાં જોવા મળી રહી છે. હાલમાં જ Zee News સાથે વાતચીત કરતા રણવીર સિંહે કહ્યું કે તે આ કિરદાર સાથે એટલો જોડાયેલો છે કે તે માને છે કે તેનો જન્મ આ કિરદાર નિભાવવા માટે થયો છે. રણવીરે કહ્યું કે, આ ફિલ્મ કોઇ બીજૂ કરતું તો હું બળીને ખાખ થઇ જતો. પહેલી વખત મને એવું લાગ્યું કે આ ફિલ્મ કરવા માટે હું જન્મ્યો છું. આ હું જ કરી શકુ છું. હું જ કરીશ. આ મારી ફિલ્મ છે.
આવી રહી છે રાજશ્રીની લેટેસ્ટ ફિલ્મ, ટક્કર છે ગલી બોય સાથે...જોઈ લો ટ્રેલર
ફરહાન અખ્તર અને રિતેશ સિધવાણીની પ્રોડક્શન કંપની એક્સેલ એન્ટરટેનમેન્ટના બેનર અંતર્ગત બની રહેલી આ ફિલ્મ મુંબઇના બે છોકરાઓની સ્ટોરી પર બની છે. મુંબઇના સ્લમ વિસ્તારમાં જન્મેલા નાવેદ શેખ ઉર્ફે નેઝી અને વિવિયન ફર્નાંડિસ ઉર્ફે ડિવાઇનની સ્ટોરી ફિલ્મના મેન પ્લોટમાં જોવા મળશે. તેના બેકડ્રોપમાં બાકી રેપર્સની સ્ટોરીઓ પણ દેખાડવામાં આવશે. આ ફિલ્મમાં રણવીર સિંહની સાથે આલિયા ભટ્ટ અને કલ્કિ કોચલીન મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહી છે. આ ફિલ્મ એટલા માટે ખાસ છે કે તેમાં પહેલી વખત આલિયા અને રણવીર પરદા પર એક સાથ જોવા મળશે. ફિલ્મનું નિર્દેશન ઝોયા અખ્તરે કર્યું છે.