Throwback : આ એક્ટરને કારણે માધુરી ક્યારેય ન બની અમિતાભની હિરોઇન !

માધુરીએ 80 અને 90ના દાયકાના મોટાભાગના ટોચના સ્ટાર્સ સાથે કામ કર્યું છે

Throwback : આ એક્ટરને કારણે માધુરી ક્યારેય ન બની અમિતાભની હિરોઇન !

મુંબઈ : બોલિવૂડની સુપરસ્ટાર માધુરી દીક્ષિતે 80 અને 90ના દાયકાના મોટાભાગના ટોચના સ્ટાર્સ સાથે કામ કર્યું છે પણ તે ક્યારેય અમિતાભ બચ્ચનની હિરોઇન તરીકે જોવા નથી મળી. ચર્ચા પ્રમાણે અનિલ કપૂરને કારણે ક્યારેય આ જોડી નહોતી બની શકી. માધુરીએ પોતાની કરિયરની શરૂઆત 80ના દાયકામાં કરી હતી અને 90ના દાયકામાં તે સુપરસ્ટાર બની ગઈ હતી.

માધુરી ટોચની હિરોઇન બની હતી પણ એક સમય એવો હતો કે તેની મોટાભાગના ફિલ્મો ફ્લોપ સાબિત થઈ રહી હતી. આ સમયે કોઈ જ એક્ટર માધુરી સાથે કામ કરવા તૈયાર નહોતો. આ ખરાબ સમયમાં અનિલ કપૂરે સાથ આપ્યો હતો. માધુરી અને અનિલની જોડીએ તેઝાબ, લાડલા, રામ લખન અને બેટા જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમની જોડી સુપરહિટ ગણાવા લાગી હતી. આ તબક્કા દરમિયાન માધુરી માટે અનિલ બહુ પઝેસીવ થઈ ગયો હતો અને ચર્ચા પ્રમાણે તેણે માધુરીને અમિતાભ સાથે કામ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. જોકે બહુ પછી માધુરી અને અમિતાભ બડે મિયાં છોટે મિયાંના આઇટમ સોન્ગમાં જોવા મળ્યા હતા. 

નોંધનીય છે કે એક તબક્કે એક સમયે અનિલ અને માધુરીના અફેયરની ચર્ચા ચાલી હતી. અનિલે એક ઇન્ટવ્યૂમાં કહ્યું હતું કે મને પ્રેમમાં પડવાના બહુ ચાન્સ મળ્યા પણ હું હંમેશા વિચારતો હતો કે મને બે ક્ષણનો પ્રેમ જોઈએ છીએ કે પછી આખા જીવનનો? હું સુનીતા સાથે બહુ ખુશ છું. અનિલે દસ કા દમ શોમાં ખુલાસો કર્યો હતો કે એક તબક્કે તો તે ઘરમાં પત્ની સુનીતાને ભુલથી માધુરી અને માધુરીને ભુલથી સુનીતા કહી બેસતો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news