આવી રહી છે રાજશ્રીની લેટેસ્ટ ફિલ્મ, ટક્કર છે ગલી બોય સાથે...જોઈ લો ટ્રેલર 

સૂરજ બડજાત્યાએ કહ્યું છે કે બોલિવૂડમાં હવે બહુ ઓછા લોકો એવા છે જે પારિવારીક ફિલ્મ બનાવે છે

આવી રહી છે રાજશ્રીની લેટેસ્ટ ફિલ્મ, ટક્કર છે ગલી બોય સાથે...જોઈ લો ટ્રેલર 

નવી દિલ્હી : ફિલ્મ નિર્માતા સૂરજ બડજાત્યાએ મોટો ઘટસ્ફોટ કર્યો છે કે લોકોએ તેમને સલાહ આપી છે કે ફેમિલી ડ્રામાવાળી ફિલ્મ ન બનાવવી જોઈએ કારણ કે આવી ફિલ્મોને દર્શકો નથી મળતા. ફિલ્મ નિર્માતા હમ આપકે હૈં કૌન, હમ સાથ-સાથે હૈં તેમજ પ્રેમ રતન ધન પાયો જેવી ફિલ્મો બનાવવા માટે જાણીતા છે. તેમણે મોટાભાગની ફિલ્મો સલમાન ખાન સાથે બનાવી છે. 

સૂરજ બડજાત્યાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે મને ઘણીવાર કહેવામાં આવ્યું કે મારે હવે ફેમિલી ડ્રામા બનાવવાનું છોડી દેવું જોઈએ. જોકે મને એવા પણ લોકો મોટી સંખ્યામાં મળ્યા છે જે એમ કહે છે કે મારી એવી જ ફિલ્મો બનાવવી જોઈએ જેવી હું બનાવવા માગુ છું. એક ફિલ્મ નિર્માતા ટ્રેન્ડ્સના આધારે ફિલ્મ નથી બનાવતા.

સૂરજ બડજાત્યાએ કહ્યું છે કે બોલિવૂડમાં હવે બહુ ઓછા લોકો એવા છે જે પારિવારીક ફિલ્મ બનાવે છે. હું આગામી ફિલ્મ ‘હમ ચાર’ રાજશ્રી ફિલ્મ્સના બેનર હેઠળ બનાવીને બહુ ખુશ છું. આ ફિલ્મમાં અંશુમાન મલ્હોત્રા, પ્રીતિ કમાની, સિમરન શર્મા તેમજ તુષાર પાંડે છે. આ ફિલ્મ 15 ફેબ્રુઆરીના દિવસે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મની ટક્કર રણવીર સિંહ અને આલિયા ભટ્ટની ગલી બોય સાથે થવાની છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news