મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ વિદ્યા બાલન તેના બોલ્ડ નિવેદન અને અભિગમને કારણે  જાણીતી છે. હાલમાં જ વિદ્યાએ એક રેડિયો પ્રોગ્રામમાં પોતાની બોલ્ડનેસનો પુરાવો આપ્યો છે. ફિલ્મમેકર કરણ જોહરના રેડિયો પ્રોગ્રામ ડ્યુરેક્સ કોલિંગ કરણના એપિસોડમાં એક્ટ્રેસ વિદ્યા બાલન અને વાણી કપૂરે બેધડક રીતે પોતાના બેડરૂમના રાઝ અને આ મામલે પોતાની પસંદગી જણાવી હતી.  વિદ્યાએ એ પણ જણાવ્યું કે તે ઈન્ટીમેટ થયા પછી શું કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લગ્ન પછી કાયમ માટે ભારત છોડી દેશે સોનમ કપૂર? જતી રહેશે સાત સમંદર પાર


શો દરમિયાન રેપિડ ફાયર રાઉન્ડમાં કરણે સૌથી પહેલા વિદ્યા બાલનને પૂછ્યું ઈન્ટીમેટ થતી વખતે લાઈટ ઓન કે ઓફ? આ સવાલનો જવાબ આપતા વિદ્યા બાલને હસતા હસતા જવાબ આપ્યો અને કહ્યું ડિમ લાઈટ. આ પછી કરણ જોહરે પૂછ્યું કેન્ડલ કે મ્યુઝિક? વિદ્યાએ કહ્યું બન્ને. કરણે પછી વાત આગળ વધારતા વિદ્યાને પૂછ્યું કે બેડશીટ કોટનની કે સિલ્ક? તેના પર વિદ્યા બાલને કહ્યું- કોટન, સિલ્કથી એવું લાગે છે જાણે.. આ પછી કરણ પૂછ્યું છે- એક્ટ પછી ચોકલેટ, ગ્રીન ટી કે પછી વધુ એક રાઉન્ડ? આ સવાલનો સુપરબોલ્ડ જવાબ આપતા વિદ્યાએ કહ્યું હતું કે ઓલવતા-ઓલવતા વધુ તરસ લાગે છે.


કરણ આ પછી એક્ટ્રેસ વાણી કપૂરને ફોન કરે છે. તેઓ પૂછે છે કેન્ડલ કે રોન્ચી મ્યુઝિક? તેનો વાણી જવાબ આપે છે-સેક્સી રોન્ચી મ્યુઝિક. વાણીને કરણ બીજો સવાલ કરે છે- હાથ બંધાયેલા કે પછી આંખો પર પટ્ટી? વાણી કહે છે બન્ને. વાણીએ વધારે માહિતી આપતા એક્ટ પહેલા શેમ્પેન પસંદ છે અને પછી પાણી.