Crakk OTT Release: વિદ્યુત જામવાલની એક્શન થ્રીલર ફિલ્મ ક્રેક સિનેમા ઘરોમાં રિલીઝ થયા પછી હવે ઓટીટી પર રિલીઝ થવા માટે રેડી છે. ક્રેક ફિલ્મની ઓટીટી રિલીઝ ડેટનું અનાઉન્સમેન્ટ પણ કરી દેવામાં આવ્યું છે. બે મહિના પહેલા વિદ્યુત જામવાલની ફિલ્મ ક્રેક સિનેમા ઘરોમાં રિલીઝ થઈ હતી. ક્રેક ફિલ્મને ઇન્ડિયાની પોપ્યુલર સ્પોર્ટસ એક્શન થ્રિલર ફિલ્મ કહેવામાં આવી હતી. આ ફિલ્મમાં વિદ્યુત જામવાલની સાથે અર્જુન રામપાલ, નોરા ફતેહી અને એમી જેકસન પણ જોવા મળ્યા. આ ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: પ્રેગ્નન્ટ દીપિકા પાદુકોણની તસવીરો વાયરલ, પહેલીવાર જોવા મળી બેબી બંપ સાથે


થિયેટર રિલીઝ પછી હવે ક્રેક ફિલ્મ ઓટીટી રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મની ઓટીટી રિલીઝ ડેટ વિશે જાણીને ચાહકો પણ એક્સાઇટેડ થઈ ગયા છે. આ ફિલ્મનું ડાયરેક્શન આદિત્ય દત્ત એ કર્યું હતું. આ ફિલ્મ હવે ઓટીટી પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર જોવા મળશે. 


આ પણ વાંચો: Shah Rukh Khan: સુજોય ઘોષની ફિલ્મમાં પહેલીવાર સાથે કામ કરશે શાહરુખ અને સુહાના


વિદ્યુત જામવાલની ફિલ્મ ક્રેકની રિલીઝ ડેટ 19 એપ્રિલે જાહેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પોસ્ટ અનુસાર ક્રેક ફિલ્મ 26 એપ્રિલે ઓનલાઇન રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર જોવા મળશે. જો તમે પણ આ ફિલ્મ થિયેટરમાં નથી જોઈ તો ડિઝની પ્લસ હોટસ્ટાર પર જોવા માટે રેડી થઈ જાવ. 


આ પણ વાંચો: પપ્પા પછી મમ્મીના બીજા લગ્ન માટે દીકરો ઉતાવળો, અરહાને મલાઈકાને પુછી લગ્નની તારીખ..


ક્રેક ફિલ્મ એક સ્પોટ્સ એડવેન્ચર એક્શન થ્રીલર ફિલ્મ છે. આ ફિલ્મમાં વિલનની ભૂમિકામાં અર્જુન રામપાલ જોવા મળે છે. આ ફિલ્મની સ્ટંટ સિક્વન્સ પણ જોરદાર છે. જોકે એક્શનથી ભરપૂર હોવા છતાં આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરવામાં સફળ રહી નથી. આ ફિલ્મે 13.23 કરોડનો જ બિઝનેસ કર્યો છે. જોકે આ ફિલ્મના બિઝનેસ પર અસર થઈ તેનું એક કારણ યામી ગૌતમની ફિલ્મ આર્ટિકલ 370 પણ છે એવું માનવામાં આવે છે. કારણ કે આ બંને ફિલ્મો એક સાથે બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ હતી.