Vijay Deverakonda ને આ 2 બોલીવુડ અભિનેત્રી પર છે ક્રશ, દરેક ફિલ્મ જોઈ છે
Vijay Deverakonda: દક્ષિણ ભારતના સુપરસ્ટાર અભિનેતા વિજય દેવરકોંડા જલદી બોલીવુડ અભિનેત્રી અનન્યા પાંડે સાથે બોલીવુડ જગતમાં એન્ટ્રી મારી રહ્યા છે. અકમિંગ ફિલ્મ `લાઈગર` અંગે ચાહકો પણ ખુબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. `લાઈગર` સ્ટાર વિજય દેવરકોંડાએ બોલીવુડની 2 અભિનેત્રીઓ પર પોતાને ક્રશ હોવાનો ખુલાસો કર્યો.
Vijay Deverakonda: દક્ષિણ ભારતના સુપરસ્ટાર અભિનેતા વિજય દેવરકોંડા જલદી બોલીવુડ અભિનેત્રી અનન્યા પાંડે સાથે બોલીવુડ જગતમાં એન્ટ્રી મારી રહ્યા છે. અકમિંગ ફિલ્મ 'લાઈગર' અંગે ચાહકો પણ ખુબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. 'લાઈગર' સ્ટાર વિજય દેવરકોંડાએ બોલીવુડની 2 અભિનેત્રીઓ પર પોતાને ક્રશ હોવાનો ખુલાસો કર્યો. આજકાલ તેઓ અનન્યા પાંડે સાથે ફિલ્મના પ્રમોશનમાં જોવા મળે છે. હાલમાં જ એક ડાન્સ રિયાલિટી શો DID Super Moms માં નજરે ચડ્યા. વિજય દેવરકોંડાના ક્રશ અંગે જાણીને ફેન્સ પણ દંગ રહી ગયા છે. તેઓ આ બંને અભિનેત્રીઓની ફિલ્મો જોયા કરતા હતા.
વિજય દેવરકોંડા કહે છે કે "હું ઉર્મિલા મેમની સાથે સાથે ભાગ્યશ્રી મેમનો પણ મોટો પ્રશંસક છું. મે આજુ સુધી તેમનું બધુ કામ જોયું છે. જ્યારે હું નાનો હતો, મને ઉર્મિલા મેમ અને ભાગ્યશ્રી મેમ પર ક્રશ હતો અને મને હજુ પણ તેમના પર થોડો ક્રશ છે." ઉર્મિલા અને ભાગ્યશ્રી બંને આ શોમાં રેમો ડિસૂઝા સાથે જજની પેનલમાં જોવા મળે છે. વિજયે એવો પણ ખુલાસો કર્યો કે તે રેમોના ખુબ મોટા પ્રશંસક છે અને તેઓ 2013ની ફિલ્મ 'યે જવાની હૈ દીવાની'ના ગીત 'બદ્તમીઝ દિલ'માં તેમની કોરિયોગ્રાફીની પ્રશંસા કરે છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube