Video : ઐશ્વર્યાની નાની બહેન મહિમા ચૌધરી ! વાઇરલ બની છે 90ના દાયકાની આ એડ
આ બંને હિરોઇન બોલિવૂડમાં કામ કરી ચૂકી છે
નવી દિલ્હી : હાલમાં સોશિયલ મીડિયા પર ઐશ્વર્યા રાયનો એક જુનો વીડિયો વાઇરલ બની રહ્યો છે જેમાં એક હિરોઇનોની અનોખી જોડી દેખાઈ રહી છે. આ જુની જાહેરાતમાં ઐશ્વર્યા રાય અને મહિમા ચૌધરી એકસાથે જોવા મળી રહી છે. 'પરદેસ'થી બોલિવૂડમાં પોતાની કરિયર શરૂ કરનાર મહિમા હાલમાં ભલે ફિલ્મોથી દૂર હોય પણ હજી પણ તેની યાદગીરી ચાહકોના દિલમાં વસેલી છે.
ઇન્ટરનેટ પર વાઇરલ થઈ રહેલી જાહેરાત એક ફેરનેસ ક્રીમની છે. આ એડમાં ઐશ્વર્યા રાય મોટી બહેન જ્યારે મહિમા નાની બહેન બની છે. મહિમા જ્યારે ઐશ્વર્યાને તેની ખૂબસુરતીનું રહસ્ય પુછે છે કે ત્યારે ઐશ્વર્યા ફેરનેસ ક્રીમનું રહસ્ય જણાવે છે. ઐશ્વર્યા રાય મિસ વર્લ્ડ રહી ચૂકી છે અને આ જાહેરાતમાં ગજબની ખૂબસુરત દેખાય છે.
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...