મુંબઈ : 2 નવેમ્બર, 1965ના દિવસે જન્મેલા શાહરૂખ ખાનનો જન્મદિવસ છે. આ જન્મદિવસનું એડવાન્સ સેલિબ્રેશન કરવા માટે ગઈકાલે મધરાતે 12 વાગ્યે તેના ઘરની બહાર ચાહકોનો મોટો જમાવડો થયો હતો. મુંબઈના બાંદરાના બેન્ડસ્ટેન્ડ વિસ્તારમાં શાહરૂખનો બંગલો 'મન્નત' આવેલો છે અને આ બંગલાની બહાર મોટી સંખ્યામાં ચાહકોએ જમા થઈને બર્થ-ડે સેલિબ્રેશન કર્યું હતું. આ જન્મદિવસ સેલિબ્રેશન વખતે શાહરૂખના ખાસ મિત્ર ફિલ્મમેકર કરણ જોહરે તો શાહરૂખ અને પત્નીની અંગત રોમેન્ટિક ક્ષણ ક્લિક કરીને એને વાઇરલ કરી નાખી છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

VIDEOS : મધરાતે શાહરૂખ ખાનના બંગલાની બહાર ચાહકોની ધમાલ બર્થ-ડે ઉજવણી


[[{"fid":"188601","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


આ તસવીરમાં કિંગ ખાન સાથે ગૌરી ખાન પણ નજરે ચડે છે. ગૌરી બહુ પ્રેમથી શાહરૂખને કેક ખવડાવી રહી છે. આ તસવીર જોઈને જાણે તેમની વચ્ચે નવોનવો પ્રેમ હોય એવું જ લાગી રહ્યું છે. આ તસવીર સાથે કરણે મેસેજ લખ્યો છે કે ''હેપી બર્થ-ડે ભાઈ. 25 વર્ષથી તમે અને ગૌરી મારા જીવનનો ખાસ હિસ્સો છો.''


ઐશ્વર્યાનું પીયરિયાં સાથે લેટનાઇટ બર્થ-ડે સેલિબ્રેશન, પરિવારજનોની તસવીર જોવા કરો ક્લિક


શાહરૂખ આ વર્ષે 'ઝીરો'માં જોવા મળશે. આ ફિલ્મ 21 ડિસેમ્બરે અને એનું ટ્રેલર આજે તેના જન્મદિવસે રિલીઝ થવાનું છે. આ ફિલ્મને જબરદસ્ત સફળતા મળશે એવી ચર્ચા છે. શાહરૂખને જન્મદિવસની શુભેચ્છા આપતા કરણ જોહરે પોતાની લાગણી વ્યક્ત કરી છે કે 'ઝીરો' તારી સૌથી મોટી બ્લોકબસ્ટર સાબિત થાય એવી અપેક્ષા.


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...