નવી દિલ્હી : સોમવારે સોનમ કપૂરની મહેંદી અને સંગીતનું ફંક્શન ધામધૂમ સાથે બાંદરા-કુર્લા કોમ્પ્લેક્સમાં એક આલિશાન હોટેલમાં યોજવામાં આવ્યું. સોનમ આ ફંક્શનમાં બહુ ખૂબસુરત અંદાજમાં જોવા મળી હતી પણ લાઇમલાઇટમાં રહ્યા આનંદ આહુજા. આનંદ આહુજાએ આ ફંક્શનમાં બહુ મસ્તી કરી હતી. તેણે પોતાની સાળીઓ સાથે મસ્તીભર્યા અંદાજમાં પોઝ આપ્યા અને સોનમની મિત્ર સ્વરા ભાસ્કર સાથે પણ ડાન્સ કર્યો. 


VIDEO : ચંપલ ચોરવાના રિવાજને કારણે મચી ધમાલ, દુલ્હાની થઈ ધુલાઈ અને તૂટી ગયા લગ્ન


ફંક્શનમાં ઘણા સ્ટાર મેહમાનો આવ્યા હતા અને પિતા અનિલ કપૂરે બધાનું સ્વાગત કર્યું. સંગીતના કાર્યક્રમ માટે તૈયાર થયેલી સોનમની સુંદરતાની ચારેબાજુ ચર્ચા થઈ રહી છે.તે સંગીત સમારોહમાં સોનમ થનારા પતિ આનંદ સાથે મન મૂકીને નાચી હતી. 


લગ્ન આજે મુંબઈ ખાતે છે.