નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના(Indian Cricket Team) કેપ્ટન વિરાટ કોહલી(Virat Kohli) અને અનુષ્કા શર્મા(Anushka Sharma) સોશિયલ મીડિયામાં(Social Media) અવાર-નવાર તસવીર શેર કરતા રહે છે. તાજેતરમાં જ તેમણે એક ફોટો(Photo) શેર કર્યો છે, જેમાં આ સ્ટાર યુગલ થિયેટરમાં ફિલ્મ જોઈ રહ્યું છે. વિરાટે આ ફોટો શેર કરતા લખ્યું છે કે, ગઈ રાત, આ હોટી સાથે ફિલ્મ. અનુષ્કાએ પણ બંનેનો ફિલ્મ જોતો ફોટો શેર કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાંગ્લાદેશ શ્રેણી(Bangladesh Series) પુરી થયા પછી વિરાટ કોહલી(Virat Kohli) પત્ની અનુષ્કા(Anushka) સાથે કિંમતી સમય(Valuable Time) પસાર કરી રહ્યો છે. થોડા દિવસ પહેલા જ બંને ભુટાન(Bhutan) ફરવા ગયા હતા અને અહીં પણ સોશિયલ મીડિયા(Social Media) પર ફોટા શેર કરીને ચર્ચામાં આવ્યા હતા. ભુટાનનો ફોટો શેર કરતા વિરાટો લખ્યું હતું કે, 'જીવનના સફરમાં સાથે ચાલી રહ્યા છીએ. અમારા પ્રેમ સિવાય અમારી પાસે બીજું કશું જ નથી.' 


Enter the Girl Dragon: રામગોપાલની 'લેડી બ્રૂસ લી'ને જોશો તો મોઢામાં આગળા નાખી દેશો, બિગ બીએ શેર કર્યું ટીઝર


બંને આવતા મહિને 11 તારીખે લગ્નની એનિવર્સરી(Anniversary) મનાવાના છે. આ દરમિયાન વિરાટ કોહલી 6 ડિસેમ્બરથી વેસ્ટ ઈન્ડીઝ (West Indies) સામેની શ્રેણીમાં વ્યસ્ત થઈ જશે. 


Nityanand Swami case : ડીપીએસનો વિવાદ પહોંચ્યો ગાંધીનગર- જુઓ વીડિયો....


VIDEO: સૈફની દીકરી સારાને થયો કડવો અનુભવ, એકદમ નજીક આવી ગયો એક શખ્સ, અને...


વિરાટ કોહલી(Virat Kohli) અને અનુષ્કા શર્માની મુલાકાત એક જાહેરાતના શુટિંગમાં થઈ હતી. બંનેએ સાથે કામ કર્યું અને એક-બીજાના પ્રેમમાં પડી ગયા હતા. આ દરમિયાન એક સમયે એવો આવ્યો જ્યારે બંને વચ્ચેના સંબંધોમાં થોડી કડવાશ આવી ગઈ હતી. જોકે, સલમાન ખાને બંને વચ્ચે સમાધાન કરાવ્યું અને ત્યાર પછી બંનેએ 2017માં ઈટાલીમાં લગ્ન કરી લીધા હતા. 


MARDAANI2 : સેન્સર બોર્ડ અને ફિલ્મ નિર્માતાઓને મળી કાયદાકીય નોટિસ, વિવાદ વકર્યો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube


બોલિવૂડના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક.....