નવી દિલ્હી: ગત લાંબા સમયથી ડાયરેક્ટર અનુરાગ બસુ પોતાની આગામી ફિલ્મમાં વ્યસ્ત છે અને આ ફિલ્મનું નામ છે. 'લૂડો (Ludo)'. આ ફિલ્મની જ્યારે કાસ્ટિંગ થઇ ત્યારે લોકોમાં તેને જોવાને લઇને ઉત્સુકતા રહી છે. તો બીજી તરફ આ ફિલ્માંથી એક્ટર રાજકુમાર રાવ (Rajkummar Rao) નો FIRST LOOK સામે આવ્યા બાદ આ સોશિયલ મીડિયા પર છવાઇ ગયો છે. રાજકુમારનો આ LOOK જોઇને લોકો તેની તુલના આલિયા ભટ્ટ સાથે કરી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મલ્ટી સ્ટારર ફિલ્મમાં રાજકુમાર રાવ, આદિત્ય રોય કપૂર, અભિષેક બચ્ચન, ફાતિમા સના શેખ, સાન્યા મલ્હોત્રા, પંકજ ત્રિપાઠી અને રોહિત સરફ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. પરંતુ હવે ફિલ્મમાંથી સૌથી પહેલાં રાજકુમારના લુકને શેર કરીને લોકોમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે. જુઓ રાજકુમાર રાવનો આ ખાસ અંદાજ...


કહેવું ખોટું નથી કે ફિલ્મનો આ ફર્સ્ટ લુક ફેન્સ માટે ન્યૂ ઇયરની ભેટ જેવો છે. અહીં બે ફોટા શેર કરવામાં આવ્યા છે જેમાં રાજકુમાર રાવને ઓળખવો મુશ્કેલ થઇ રહ્યો છે. કારણ કે અહીં રાજકુમાર પોતાની ગત ફિલ્મોના મુકાબલે પોતાના લુક્સ સાથે ખૂબ એક્સપેરિમેન્ટ કરતાં જોવા મળી રહ્યા છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube