લખનઉઃ એમેઝોન બ્રાઇમની વેબ સિરીઝ તાંડવ (Tandav) લઈને લખનઉમાં દાખલ થયેલી એફઆઈઆર (FIR) પર કાર્યવાહી શરૂ થઈ ગી છે. લખનઉ પોલીસ (Lucknow Police) ના અધિકારીઓની ટીમ આગળની કાર્યવાહી માટે મુંબઈ રવાના થઈ ગઈ છે. વેબ સિરીઝ વિરુદ્ધ લખનઉના હજરતગંજ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ થયા બાદ 4 પોલીસ અધિકારી મુંબઈ ગયા છે. આ ફિલ્મ અધિકારી ફિલ્મના નિર્માતા-ડાયરેક્ટર અને કલાકારોની પૂછપરછ કરશે. મહત્વનું છે કે શુક્રવારે રિલીઝ થયેલી વેબ સિરીઝમાં કથિત રૂપથી હિન્દુ ભાવનાઓને ઠેસ પહોંચાડનારા સીન છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માયાવતીએ પણ કરી સીન હટાવવાની માંગ
બીએસપી સુપ્રીમો માયાવતી (BSP Supremo Mayawati) એ પણ વેબ સિરીઝમાંથી તે દ્રશ્યોને હટાવવાની માંગ કરી છે જે ધાર્મિક ભાવનાઓને ઠેંસ પહોંચાડી શકે છે. માવાયતીએ ટ્વીટ કરી કહ્યું, તાંડવ (tandav) વેબ સિરીઝમાં ધાર્મિક અને જાતિય ભાવનાઓને ઠેંસ પહોંચાડનારા કેટલાક દ્રશ્યોને લઈને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે, જેના સંબંધમાં જે પણ વિવાદાસ્પદ છે તેને હટાવવું યોગ્ય રહેશે જેથી દેશમાં ક્યાંય શાંતિ, ભાઈચારાનું વાતાવરણ ખરાબ ન થાય. 


આ પણ વાંચોઃ શાહિદ કપૂર જલદી દેખાશે 'જર્સી'માં: ચાહકો આતૂરતાનો આવશે અંત, આ તારીખે રિલીઝ થશે ફિલ્મ


આ લોકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ
આ પહેલા લખનઉના હજરતગંજ પોલીસ સ્ટેશનમાં એમેઝોન પ્રાઇમ ઈન્ડિયાના હેડ અર્પણા પુરોહિત, તાંડવના ડાયરેક્ટર અલી અબ્બાસ જફર, પ્રોડ્યુસર હિમાંશુ કૃષ્ણ મેહરા, લેખત ગૌરવ સોલંકી અને અન્ય વિરુદ્ધ કેસ નોંધાવવામાં આવ્યો છે. હજરતગંજના વરિષ્ઠ સહ-ઇન્સ્પેક્ટર અમરનાથ યાદવે આ સંબંધમાં કેસ દાખલ કરાવ્યો છે. એફઆઈઆરમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વીડિયો પર 16 જાન્યુઆરીએ રિલીઝ થયેલી વેબ સિરીઝ તાંડવ (Tandav) ને લઈને ઘણા લોકોએ વિરોધ નોંધાવ્યો છે. 


વેબ સિરીઝને લઈને શું છે વિવાદ?
રવિવારે રાત્રે નોંધાયેલી એફઆઈઆરમાં કહેવામાં આવ્યું કે, વેબ સિરીઝના પ્રથમ એપિસોડમાં હિંદુ દેવી-દેવતાઓનું ખોટુ ચિત્રણ કરવામાં આવ્યું છે, જેનાથી ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચી છે. તેમાં અમર્યાદિત ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી લોકોમાં આક્રોશ છે. મામલાની ગંભીરતા જોતા પોલીસે વેબ સિરીઝના ડાયરેક્ટર-પ્રોડ્યુસર, લેખક સહિત અન્ય વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. 


આ પણ વાંચોઃ Saif Ali Khan ની વેસ સીરીઝ પર 'તાંડવ' શરૂ, ભાજપના નેતાએ કહ્યું- 'હવે સંયમ નહી! રણ થશે'


કેન્દ્રએ પણ માંગ્યો જવાબ
કેન્દ્રીય સૂચના પ્રસારણ મંત્રાલયે વેબ સિરીઝ તાંડવમાં હિંદુ દેવી-દેવતાઓની મજાક ઉડાળવા સંબંધિત ફરિયાદને ધ્યાને લીધી છે અને અમેઝોન પ્રાઇમ વીડિયો પાસે આ મુદ્દે સ્પષ્ટીકરણ માંગ્યું છે. 


પોલિટિકલ ડ્રામા પર આધારિત 'તાંડવ'માં મુખ્ય ભૂમિકામાં ઘણા મોટા કલાકારો છે જેમાં સૈફ અલી ખાન, ઝિશાન આયુબ સાથે ડિમ્પલ કાપડિયા, દિનો મોરિયા, તિગ્માંશુ ધુલિયા, સુનીલ ગ્રોવર અને ગૌહર ખાન છે. આ વેબ સિરીઝને ઓટીટી પ્લેટફોર્મ Amazon Prime વીડિયો પર રિલીઝ કરવામાં આવી છે. હાલમાં સોમવારે માહિતી પ્રસારણ મંત્રાલયે Amazon પાસે જવાબ માંગ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube