નવી દિલ્હી: છ મહિના પહેલા સતત હિટ પર હિટ ફિલ્મ આપ્યા બાદ આયુષ્યમાન ખુરાનાએ જાહેરાત કરી છે કે તે ચાર મહિના સુધી કોઈ કામ કરશે નહીં. ઘરમાં જ રહેશે, સ્ક્રિપ્ટ વાંચશે, ભોજન બનાવશે અને પોતાના મિત્રો સાથે આનંદ કરશે. પણ હવે આયુષ્યમાન ખુરાના પોતાના જ નિર્ણય પર પસ્તાઈ રહ્યો છે. લોકડાઉનના કારણે આયુષ્યમાન છેલ્લા બે મહિનાથી ઘરે તે એ જ કામ કરે છે જે તે બ્રેક લીધા બાદ કરતો હતો. એટલે કે તેની રજાઓ લંબાઈ ગઈ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગત વર્ષના એન્ડમાં એક ટીવી શોમાં આયુષ્યમાને કહ્યું હતું કે હું છેલ્લા સાત વર્ષથી સતત કામ કરી રહ્યો છું. હવે અટકવાનું વિચારુ છું કે કયા પ્રકારની ફિલ્મો કરું અને આગળની લાઈન શું રહેશે? વર્ષમાં ચાર ફિલ્મો કરવાનો અર્થ છે કે તમે એટલા બિઝી થઈ જાઓ છો કે  ધર પર સમય વિતાવી શકતા નથી. 2020માં હું મારા પરિવારને પૂરેપૂરો સમય આપવા માંગુ છું અને જાણે અજાણે જ તેની આ ઈચ્છા પૂરી પણ થઈ. 


આયુષ્યમાને પોતાના એક મિત્રને હાલમાં જ કહ્યું હતું કે, 'રજાની મજા ત્યારે જ આવે કે જ્યારે તે નિયત સમયે પૂરી થઈ જાય. જો મને ખબર હોત કે લોકડાઉનના કારણે ઘરમાં લાંબા સમય માટે રહેવું પડશે તો હું ક્યારેય કામમાંથી આટલો લાંબો બ્રેક ન લેત.'


ગુલાબો-સિતાબો બાદ આયુષ્યમાનની આગામી ફિલ્મ આ વર્ષે આવવાની આશા ઓછી છે. કારણ કે ફિલ્મનું શુટિંગ જ શરૂ થઈ શક્યું નથી. જો જાન્યુઆરી ફેબ્રુઆરીમાં તે બ્રેક ન લેત તો ગુગલી, છોટી સી બાતની રીમેક, અને શૂટ ધ પિયાનો પ્લેયર જેવી ફિલ્મો પૂરી થઈ જાત. બધાઈ હો 2 પણ આગામી વર્ષે ગઈ છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube