આ અભિનેતા હનીમૂન પર બોટલમાં રાખેલું પત્નીનું બ્રેસ્ટ મિલ્ક પી ગયો હતો...જાણો શું હતો કિસ્સો
તે ફક્ત સ્ટાર વાઈફ જ નહીં પરંતુ બે બાળકોની માતા, કેન્સર સર્વાઈવર અને એક લેખક પણ છે.
નવી દિલ્હી: બોલીવુડ અભિનેતા આયુષ્યમાન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપ ફક્ત સ્ટાર વાઈફ જ નહીં પરંતુ બે બાળકોની માતા, કેન્સર સર્વાઈવર અને એક લેખક પણ છે. તેણે મધરહુડ પર લખેલું પોતાનું પુસ્તક 'ધ 7 સિન્સ ઓફ બીઈંગ એ મધર' લોન્ચ કર્યું. પુસ્તકમાં તેણે પોતાની અને આયુષ્યમાનની પર્સનલ લાઈવ અંગે ખુબ ચોંકાવનારા ખુલાસા કર્યા. તાહિરાએ પતિ અને અભિનેતા આયુષ્યમાન ખુરાના સંલગ્ન એક કિસ્સાનો ઉલ્લેખ કરતા કહ્યું જણાવ્યું કે કેવી રીતે આયુષ્યમાન ખુરાના તેનું બ્રેસ્ટ મિલ્ક તેના પ્રોટીન શેકમાં ભેળવીને પિતો હતો. આ સાંભળીને આયુષ્યમાન ખુરાનાના ફેન્સ તો ચોંકી ગયા. આવો જાણીએ આ સમગ્ર કિસ્સા અંગે....
આ ચોંકાવનારો ખુલાસો તાહિરાએ તેના પુસ્તકમાં કરતા જણાવ્યું કે આવું આયુષ્યમાન ખુરાનાએ કેમ કર્યું હતું. આ પુસ્તકમાં તાહિરાએ જણાવ્યું છે કે તે કેવી રીતે આયુષ્યમાન ખુરાનાની સાથે ત્રણ દિવસની બેંગકોક ટ્રિપ જવા માંગતી હતી અને આ માટે તેણે પોતાના 7 મહિનાના બાળકને ઘરે તેના પેરેન્ટ્સની નિગરાણીમાં છોડ્યો હતો. આ નિર્ણયને તાહિરાએ ફેમિલી સ્કેન્ડલ તરીકે ગણાવ્યો છે.
આયુષ્યમાને પીધુ હતું બ્રિસ્ટ મિલ્ક
તાહિરાએ પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર પોતાના પુસ્તકમાં લખેલા કેટલાક કિસ્સા શેર કર્યા છે. આ પુસ્તક ત્યારનું છે જ્યારે તે હનીમૂન પર બેંગકોક ગઈ હતી. તાહિરાએ જણાવ્યું કે જ્યારે તેમનું બાળક સાત મહિનાનું હતું અને આ ટ્રિપ પર જ્યારે તેણે બ્રેસ્ડ મિલ્ક કાઢીને રાખ્યું હતું તો આયુષ્યમાને તેને પ્રોટીન શેકમાં ભેળવીને પી લીધુ.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube