નવી દિલ્હી: અભિનેતા અર્જૂન કપૂર હાલ પોતાની પર્સનલ લાઈફને લઈને ખુબ ચર્ચામાં છે. પર્સનલ અને પ્રોફેશનલથી ચર્ચામાં રહેતો અર્જૂન ક્યારેક કથિત ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરા સાથે ડેટને લઈને તો ક્યારેક પોતાના લૂકને લઈને મીડિયામાં ચર્ચામાં રહે છે. શુક્રવારે અર્જૂન કપૂર એકવાર ફરીથી જૂહુ વિસ્તામાં ગર્લફ્રેન્ડ મલાઈકા સાથે ડિનર ડેટ પર જોવા મળ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડિનર ડેટ બાદ જો કે અર્જૂને બહાર નીકળતા જ પોતાનું મોંઢુ કપડાંથી ઢાંકી દીધુ હતું અને કેમેરાથી મોઢું છૂપાવતા જોવા મળ્યો. જો કે આ ડિનર ડેટ પર બંને એકલા નહતાં. પરંતુ તેમની સાથે કરણ જોહર, અર્જૂનના કાકા સંજય કપૂર અને પત્ની મહિપ કપૂર પણ હતા. 



આ રેસ્ટોરાની બહાર નીકળતા જ મોઢું છૂપાવતો અર્જૂન ફટાફટ ગાડીમાં બેસી ગયો હતો. જો કે અર્જૂનની આવી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહ્યાં છે. પરંતુ અહીં જે વાત મહત્વની છે તે છે આમ તો  ખુલ્લેઆમ અર્જૂન મલાઈકા સાથે હવે જોવા મળે છે તો પછી મોઢું કેમ છૂપાડ્યું? તમને જણાવી દઈએ કે અર્જૂને મલાઈકાના ચક્કરમાં પોતાના મોઢા પર કપડું નહતું બાંધ્યું.



હકીકતમાં તે પોતાની આવનારી ફિલ્મ 'પાનીપત'નો લૂક બધાથી બચાવવા માંગતો હતો. આવનારી ફિલ્મ પાનીપતમાં અર્જૂન ખુબ અલગ ભૂમિકામાં જોવા મળશે. આ જ  કારણ છે કે તે પોતાના લૂકને મીડિયાના કેમેરાથી બચાવવા માંગતો હતો. અત્રે જણાવવાનું કે અર્જૂન કપૂર સાવકી બહેન જ્હાનવી કપૂર  સાથે બહુ જલદી કરણ જૌહરના ચેટ શોમાં જોવા મળશે. 


ચેટ શોમાં કરણ અર્જૂનની પર્સનલ લાઈફ અને ગર્લફ્રેન્ડ અંગે સવાલ કરતો જોવા મળશે. જ્યારે જ્હાનવી પોતાના ભાઈના સિંગલ હોવા પર સવાલ કરતી જોવા મળશે. 



અર્જૂન કપૂર બોની કપૂર અને મોના કપૂરનો પુત્ર છે અને મલાઈકા અરોડા અરબાઝ ખાનથી બે વર્ષ પહેલા જ અલગ થઈ છે. એવા અહેવાલો પણ છે કે મલાઈકા હાલમાં જ પોતાના જન્મદિવસ પર ઈટાલી ગઈ હતી અને આ વેકેશનમાં અર્જૂન પણ તેની સાથે હતો. મિલાન એરપોર્ટ પર બંને હાથમાં હાથ પરોવીને સાથે જોવા મળ્યાં હતાં. જો કે આ જોડીએ હજુ પોતાના સંબંધ પર ચૂપકીદી રાખી છે. 
(તસવીરો સાભાર- યોગેન શાહ)



બોલિવૂડના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...