નવી દિલ્હી: Bappi Lahiri આ નામ સામે આવે એટલે આંખોની સામે ભારે ભરખમ ચહેરો, ગળામાં, હાથમાં અને આંગળીઓમાં અઢળક સોનાની ચમક, વાંકોડિયા લાંબા વાળ, આંખો પર ગોગલ્સ અને મુખ પર સદાય સ્મિત.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેમ Bappi Lahiri ની વાત
ભારતમાં કોરોના સંક્રમણની બીજી લહેર ઘણી ઝડપથી ફેલાઈ રહી છે. રોજેરોજ રેકોર્ડબ્રેક કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે ગુરુવારે સમાચાર સામે આવ્યા કે જાણીતા સંગીતકાર Bappi Lahiri પણ કોરોનાથી સંક્રમિત થયા છે અને તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સંગીત ઉપરાંત Bappi Lahiri ને સોનાની ભારે ભરખમ ચેન અને જ્વેલરી પહેરવા માટે ઓળખવામાં આવે છે.


Bappi Lahiri લડી ચૂક્યા છે લોકસભાની ચૂંટણી
બોલીવુડના ડિસ્કો કિંગ કહેવાતા Bappi Lahiri નું સાચું નામ અલોકેશ લાહિરી છે. 2014 માં Bappi Lahiri એ લોકસભાની ચૂંટણીમાં પણ ઝંપલાવ્યું હતું. ચૂંટણી પંચ સમક્ષ આપવામાં આવેલ એફિડેવિટમાં તેમણે સોના-ચાંદીની જાણકારી આપી હતી. એફિડેવિટમાં આપેલ જાણકારીમાં સામે આવ્યું કે ભલે Bappi Lahiri પાસે સોનાની મોટી-મોટી ચેન હોય. પરંતુ તેમનાથી વધારે જ્વેલરી તેમની પત્ની ચિત્રાની પાસે છે.


આ પણ વાંચો:- Anupamaa ફેમ રૂપાલી ગાંગુલી સહિત 5 લોકો કોરોનાની ચપેટમાં, શૂટિંગ થયું બંધ


બપ્પી દા પાસે કેટલું સોનુ છે
Bappi Lahiri 2014 ની લોકસભાની ચૂંટણીમાં બીજેપીની ટિકિટ પરથી શ્રીરામપુર લોકસભા ક્ષેત્રથી ચૂંટણી લડ્યા હતા. તે સમયે તેમની સંપત્તિની માહિતી આપતાં તેમણે જણાવ્યું હતું કે તેમની પાસે 754 ગ્રામ સોનુ અને 4.62 કિલો ચાંદી છે. ચૂંટણી એફિડેવિટમાં આપેલ માહિતી 2014 ની છે. તે વાતને 7 વર્ષનો સમય થઈ ગયો છે. એવામાં માની શકાય કે તેમાં ફેરફાર થયો હશે. બપ્પી દાની કુલ સંપત્તિ 20 કરોડ રૂપિયાથી વધારેની છે.


આ પણ વાંચો:- 19 ની ઉંમરમાં બિકિની સાથે બિંદી લગાવતી હતી 'જંગલી બિલ્લી', ત્યારે કમાલનું હતું ફિગર, આજે પણ છે લાજવાબ


બપ્પી દાની પત્ની પાસે છે વધારે જ્વેલરી
બપ્પી દા સોનાના શોખીન છે તેમાં કોઈ શંકા નથી. આ કારણ છે કે જ્યારે આપણે જોઈએ છીએ તો તે સોનાની મોટી-મોટી ચેન પહેરેલા હોય છે. પરંતુ એવું નથી કે તેમના પરિવારમાં બીજા કોઈને સોના-ચાંદીનો શોખ નથી. તેમની પત્ની ચિત્રાની પાસે બપ્પી દાથી વધારે પ્રમાણમાં જ્વેલરી છે. 2014 ની એફિડેવિટ પ્રમાણે બપ્પી દાના પત્ની પાસે 967 ગ્રામ સોનુ છે. ચાંદીની વાત કરીએ તો તેમની પત્ની પાસે 8.9 કિલો ચાંદી છે. જ્યારે 4 લાખ રૂપિયાના હીરા પણ છે.


આ પણ વાંચો:- KATRINA KAIF ની 6 બહેનો પણ કોઈ એકટ્રેસથી કમ નથી, એમને પણ થઈ ચૂકી છે ફિલ્મોની ઓફર


બપ્પી દા કેમ પહેરે છે આટલું સોનુ
બપ્પી દાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તે અમેરિકન પોપ સ્ટાર એલ્વિસ પ્રેસ્લીથી ઘણા પ્રભાવિત હતા. પોપ સ્ટાર એલ્વિસ પ્રેસલી પોતાના કોન્સર્ટ દરમિયાન સોનાની ચેન પહેરતા હતા. બપ્પી દાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે હું એલ્વિસ પ્રેસ્લીને જોઈને વિચારતો હતો કે જ્યારે હું સફળ માણસ બની જઈશ ત્યારે પોતાની અલગ છબી બનાવીશ. પ્રેસ્લીથી પ્રભાવિત થઈને હું સોનુ પહેરું છું અને તે મારા માટે ઘણું લકી પણ છે.


2014 માં Bappi Lahiri ની પાસે જેટલું સોનુ હતું. તેની આજની કિંમત 35 લાખ 24 હજાર 196 રૂપિયા છે. જ્યારે તેમની પાસે રહેલ ચાંદીની કિંમત લગભગ 2 લાખ 75 હજાર છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube