ઝી મીડિયા/બ્યૂરો :બોલિવુડના મહાન એક્ટર ઋષિ કપૂર (Rishi kapoor) નું નિધન થયું છે. 67 વર્ષીય અભિનેતાએ આજે ગુરુવારે અંતિમ શ્વાસ લીધા. અભિનયની દુનિયામાં ઋષિ કપૂરે પિતા જેવી જ નામના મેળવી હતી. તેઓ સોશિયલ મીડિયા પર પણ સતત એક્ટિવ રહેતા હતા. પોતાના ટ્વિટના માધ્યમથી દેશના સામાજિક મુદ્દાઓ પર પોતાનો મત વ્યક્ત કરતા હતા. પરંતુ આજે જેઓ જિંદગી સામેની જંગ હારી ગયા હતા. આવામાં પત્ની નીતૂ કપૂરે એક પળ પણ પતિનો સાથ છોડ્યો ન હતો. લંડનમાં તેમની બીમારીના ઈલાજ દરમિયાન પણ તેઓ સતત તેમના પડખે રહ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીમારી બાદથી જે શખ્સ પળપળ ઋષિ કપૂરની સાથે રહ્યા, તે છે તેમના પત્ની અને અભિનેત્રી નીતૂ કપૂર. લગ્ન પછી એક દિવસ પણ એવો નથી રહ્યો કે તેઓ ઋષિ કપૂરથી દૂર રહ્યા હોય. સાથે જ દીકરો રણબીર કપૂર પણ સતત પિતાની પડખે ઉભો રહ્યો હતો. રણબીર કપૂર વર્ક કમિટમેન્ટને કારણે શુટિંગ સાઈટ પર રહેતા હતા. તેમાથી સમય મળે તો તેઓ પિતા ઋષિ કપૂર પાસે પહોંચી જતા હતા. 


ગુજરાતી ભાષાના નવલકથાકાર કુંદનિકા કાપડિયાનું વલસાડ ખાતે નિધન


કેન્સરની બીમારીમાં ઋષિ કપૂરને પોઝિટિવ રાખવા માટે નીતૂ કપૂરે દરેક સંભવ કામ કર્યા હતા. નીતૂ કપૂર સોશિયલ મીડિયાના માધ્યમથી પણ ઋષિ કપૂરની તસવીરો સતત શેર કરતા રહેતા હતા. સારવાર દરમિયાન તમામ સેલેબ્સ તેમને મળવા અને હાલચાલ પૂછવા માટે ન્યૂયોર્ક જતા હાત. જેની તસવીરો પણ નીતૂ કપૂર સતત શેર કરતા રહેતા હતા. 


ઋષિ કપૂરે કેન્સર હોસ્પિટલમાં 11 મહિના અને 11 દિવસ વિતાવ્યા હતા. આટલા લાંબા સમયની સારવાર બાદ ઋષિ કપૂરના પત્ની નીતૂ કપૂર હાથમાં હાથ પકડીને ભારત પરત ફર્યા હતા. આ ક્ષણથી તેમના પરિવારમાં ખુશીની લહેર છવાયેલી રહી હતી. 


ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બર 2018માં ઋષિ કપૂર અમેરિકા ગયા હતા. તેના બાદ 3 ઓક્ટોબર 2018ના રોજ ઋષિ કપૂરને કેન્સર હોવાના સમાચાર સામે આવ્યા હતા. જેને તેમના ભાઈ રણધીર કપૂરે કન્ફર્મ કર્યું હતું. તેના બાદથી સતત તેમના કેન્સરની સારવાર ચાલી રહી હતી. જોકે, ખુલાસાના ચાર દિવસ પહેલા જ ઋષિ કપૂર અમેરિકા સારવાર માટે જતા રહ્યા હતા. અમેરિકાથી પરત ફર્યા બાદ ઋષિ કપૂરે જણાવ્યું હતું કે, તેમની સારવાર ચાલુ જ છે અને આગળ પણ ચાલુ રહેશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર