DDLJ Release : શાહરૂખ ખાન અને કાજોલની ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેની વાત જ કંઈક અલગ છે. ગમે તેટલીવાર જુઓ છતાં મન ન ભરાય. ત્યારે બોલિવુડની સદાબહાર ફિલ્મ હવે મોટા થિયેટર પર ફરી રિલીઝ થવા જઈ રહી છે. આ સાંભળીને દરેકના શરીર પર રુંવાડા ઉભા થઈ છે. ગલગલિયા થવા લાગશે. મન 90 ની બોલિવુડની ફિલ્મોની જેમ આકાશમાં ઉડવા લાગશે. કારણ કે, બોલિવુડની બહુચર્ચિત ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે એટલે કે આપણા ફેવરિટ રાજ અને સીમરનની DDLJ ફિલ્મ ફરી રિલીઝ થવા જઈ રહી છે. વેલેન્ટાઈન ડે હોવાથી આ ફિલ્મ ખાસ રિલીઝ કરવાનું પ્લાનિંગ કરાયું છે. દેશના 37 થી વધુ થિયેટરમાં અઠવાડિયા સુધી DDLJ ફિલ્મ જોઈ શકાશે. જેમાં ગુજરાતના પણ 3 શહેરો સામેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યશરાજ ફિલ્મે શાહરૂખ ખાનના ફેન્સ માટે ખાસ જાહેરાત કરી કે, વેલેન્ટાઈન ડેના પ્રસંગે પ્રોડક્શન હાઉસ પોતાની ચર્ચિત ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે થિયેટરમાં રિલીઝ કરવા જઈ રહ્યાં છે. હાલ એક પઠાણ ફિલ્મ ધૂમ મચાવી રહી છે, તો બીજી તરફ શુક્રવારથી પીવીઆર અને આઈનોક્સમાં DDLJ એક સપ્તાહ સુધી રિલીઝ થશે. 28 વર્ષ પહેલાનો રોમાન્સ હવે ફરીથી જોવા મળશે. એક આખી પેઢી આ ફિલ્મને જોઈને મોટી થઈ, ત્યારે આ ફિલ્મના ગીતો તેમને ગલગલિયા કરાવે છે. 


આ પણ વાંચો : 


લકી નીકળ્યા અમદાવાદીઓ, જંત્રીના ભાવમાં પણ મળી ખુશખબરી, તો પ્રોપર્ટી ટેક્સમાં પણ રાહત


સોમનાથ ટ્રસ્ટની ફરિયાદ બાદ ગભરાયા મૌલાના સાજીદ રશીદી, ફેરવી નાંખ્યુ પોતાનું નિવેદન


આદિત્ય ચોપરા નિર્દેશિત ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે ફિલ્મ ભારતીય સિનેમાના ઈતિહાસમાં સૌથી લાંબો સમય ચાલનારી ફિલ્મ છે. આ ફિલ્મે શાહરૂખ ખાન અને કાજોલને સુપરસ્ટાર બનાવ્યા હતા. યશરાજ ફલ્મે આ જાહેરાત કરી છે કે, આ વર્ષે વેલેન્ટાઈન ડે પર DDLJ ફિલ્મ ભારતભરમાં રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ ભારત અને ભારતીયો માટે રોમાન્સનો પર્યાય બની ગઈ છે. ત્યારે ફરી એકવાર પરિવાર સાથે આ ફિલ્મ જોવા તૈયાર થઈ જાઓ. 


ક્યાં કયાં અને ક્યારે રિલીઝ થશે 
10 ફેબ્રુઆરીએ DDLJ ફિલ્મ દેશભરની 37 સ્ક્રીન પર રિલીઝ થશે. DDLJ મુંબઈ, પૂણે, અમદાવાદ, સુરત, વડોદરા, ગુડગાંવ, ફરીદાબાદ, નોઈડા, દહેરાદૂન, દિલ્હી, ચંદીગઢ, કોલકાત્તા, બેંગલુરુ, હૈદરાબાદ, ઈન્દોર, ચેન્નઈ, વેલ્લોર અને ત્રિવેન્દ્રમ સહિત ભારતના 37 થી વધુ શહેરોમાં તેને રિલીઝ કરવામા આવશે. દર્શકો માટે આ બહુ જ રસપ્રદ બાબત છે કે, આ વેલેન્ટાઈન ડે દિવસે આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે. 


આ પણ વાંચો : 


ધારાસભ્ય હાર્દિક પટેલ સામેના જામનગરના એક કેસમાં આવ્યો ચુકાદો, જાણો સજા મળી કે રાહત?


ગુજરાતના આ શહેરમાં હવે શ્વાન પાળવા પર લોકોને ભરવો પડશે ટેક્સ