લકી નીકળ્યા અમદાવાદીઓ, જંત્રીના ભાવમાં પણ મળી મોટી ખુશખબરી, તો પ્રોપર્ટી ટેક્સમાં પણ મળી મોટી રાહત
Jantri Rates : અમદાવાદીઓને ટેક્સ વધારામાં મળી મોટી રાહત.... કમિશનરે સૂચવેલા દરોમાં સ્ટેન્ડિંગ કમિટીએ કર્યો ઘટાડો.... સુધારા સાથેનું બજેટ રજૂ..... 8400 કરોડના ડ્રાફ્ટ બજેટમાં સ્ટેન્ડિંગ કમિટીએ 1082 કરોડનો કર્યો વધારો....
Trending Photos
Jantri Rates In Ahmedabad અર્પણ કાયદાવાલા/અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સુધારા સાથેનું બજેટ રજૂ થયું છે. કમિશનરે સૂચવેલા ટેક્સ વધારા દરોમાં કરાયો આંશિક ઘટાડો કરાયો છે. બજેટમાં મિલકત વેરામાં વધારો કરવામાં આવ્યો છે. રહેણાંક મિલકતો માટેના પ્રતિ ચોરસ મીટર જે વેરો 16 રૂપિયા હતો તેને 4 રૂપિયા વધારી 20 રૂપિયા કરવામાં આવ્યો છે. જ્યારે કોમર્શિયલ મિલકત માટેનો જે વેરો 28 રૂપિયા પ્રતિ ચોરસ મીટર હતો તેમાં 6 રૂપિયાનો વધારો કરીને 34 રૂપિયા કરાયો છે. આ સાથે એક મોટો નિર્ણય એ લેવાયો છે કે,રાજ્ય સરકારે મંજૂર કરેલી જંત્રીનો અમલ 3 વર્ષ સુધી પ્રોપર્ટી ટેક્સના હેતુસર નહીં કરવામાં આવશે. બજેટમાં કોર્પોરેટર, વિવિધ કમિટી ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનની ગ્રાન્ટમાં વધારો કરાયો છે. કોર્પોરેટરની 30 લાખની ગ્રાન્ટ માં રૂ 10 લાખનો વધારો કરાયો છે. કમિટી ચેરમેનની ગ્રાન્ટમાં 10 લાખનો વધારો થયો છે તો ડેપ્યુટી ચેરમેનની ગ્રાન્ટમાં પાંચ લાખનો વધારો થયો છે. આ સાથે શહેરના તમામ ઝોનમાં યોગા સેન્ટર બનાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે મલેરીયા ખાતાને આધુનિક બનાવવા 700 મોબાઈલ ફોન અને 300 ટેબ્લેટ આપવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું સુધારા સાથેનું બજેટ રજૂ કરાયું છે. કમિશનરના 8400 કરોડના ડ્રાફ્ટ બજેટમાં વધારો કરાયો છે. તો ડ્રાફ્ટ બજેટમાં સ્ટેન્ડિંગ કમિટીએ 1082 કરોડનો વધારો કર્યો છે. શાસક પક્ષે 9482 કરોડનું સુધારા સાથેનું બજેટ રજૂ કર્યું છે. પરંતુ આ વચ્ચે અમદાવાદીઓ માટે રાહતના સમાચાર એ છે કે, રાજ્ય સરકારે મંજુર કરેલી જંત્રીનો 3 વર્ષ સુધી અમલ ન કરવાનો નિર્ણય લેવાયો છે. ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન યુઝર ચાર્જમાં કમિશનરે ઝીંકેલા 550 કરોડના ટેક્સમાંથી શહેરીજનોને મળી 250 કરોડની રાહત, 300 કરોડનો બોજો યથાવત રખાયો છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનનું સુધારા સાથેનું બજેટ રજૂ કરાયું છે. વર્ષ 2023-24 ના કમિશનરના રૂ 8400 કરોડના ડ્રાફ્ટ બજેટ કદમાં સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રૂ 1082 કરોડનો વધારો કરાયો છે. ભાજપે કુલ રૂ 9482 કરોડનું સુધારા સાથેનું બજેટ રજૂ કર્યું છે. બજેટમાં રજૂ કરાયું કે, રાજ્ય સરકારના સ્ટેમ્પ ડ્યુટી અને મૂલ્યાંકન વિભાગ દ્વારા તાજેતરમાં જ જાહેર કરાયેલ રીવાઈઝ્ડ નવી જંત્રીનો અમલ આગામી 3 વર્ષ માટે મ્યુનિસિપલ પ્રોપર્ટી ટેક્સના હેતુસર ન કરવા ઠરાવવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, જંત્રીના ભાવ વધારાને લઇને રાજ્યના ક્રેડાઇ દ્વારા રજુઆત કરવામાં આવી હતી. ક્રેડાઈ દ્વારા અમદાવાદ કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું. સાથે જ ડબલ જંત્રીના નિર્ણય અગાઉ સીએમને પણ રજૂઆત કરાઇ હતી. જંત્રીનો ભાવ મે માસથી લાગુ કરવા અને સાયન્ટીફીકલી વધારવા રજૂઆત કરાઇ હતી.
પ્રોપર્ટી ટેક્સ રિબેટ સ્કીમમાં મોટા અપડેટ
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે મુકેલા ટેક્સ વધારામાં શહેરીજનોને મોટી રાહત અપાઈ છે. મ્યુનિસિપલ કમિશનરે સૂચવેલા દરોમાં ઘટાડો કરાયો છે. રહેણાંક મિલકતો માટે પ્રતિ ચોરસ મીટરના 23 રૂપિયા કરાયા હતા જે 20 કરાયા છે. કોમર્શિયલ મિલ્કતો માટે પ્રતિ ચોરસ મીટરે 37 રૂપિયા કરાયા હતા જે 34 કરાયા છે. આ સાથે પ્રોપર્ટી ટેક્સ રિબેટ સ્કીમ માટે 10 ટકાના બદલે 12 ટકા રાહત કરાઈ છે. આ સાથે જે લોકો નિયમતિ ઓનલાઈ ટેક્સ ભરે છે તેમને 13 ટકા રિબેટ આપવામાં આવશે.
અમદાવાદના બજેટનું ખાસ
કમિશનરે સૂચવેલા વાર્ષિક 5 ટકા લેટિંગ ચાર્જને ઘટાડી 2 ટકા કરાયા
ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન યુઝર ચાર્જમાં કમિશનરે કરેલો વધારો ગ્રાહ્ય ન રખાયો
કમિશનરે ઝીંકેલા 550 કરોડના ટેક્સ માંથી શહેરીજનોને મળી 250 કરોડની મળી રાહત, 300 કરોડનો બોજો યથાવત
પ્રોપર્ટી ટેક્સ રિબેટ સ્કીમ માટે 10 ટકાના બદલે 12 ટકા રાહત કરાઈ
કૉરપોરેટર, વિવિધ કમિટી ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનની ગ્રાન્ટમાં વધારો કરાયો
કોર્પોરેટરની 30 લાખની ગ્રાન્ટ માં રૂ 10 લાખનો વધારો કરાયો
કમિટી ચેરમેનની ગ્રાન્ટમાં 10 લાખનો વધારો
ડેપ્યુટી ચેરમેનની ગ્રાન્ટમાં 5 લાખનો વધારો
તમામ ઝોન પ્રમાણે યોગા સેન્ટર બનાવામાં આવશે
મલેરીયા ખાતાને આધુનિક બનાવવા 700 મોબાઈલ ફોન અને 300 ટેબ્લેટ આપવામાં આવશે
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે મુકેલા ટેક્સ વધારામાં શહેરીજનોને મોટી રાહત અપાઈ છે. મ્યુનિસિપલ કમિશનરે સૂચવેલા દરોમાં ઘટાડો કરાયો છે. રહેણાંક મિલકતો માટે પ્રતિ ચોરસ મીટરના 23 રૂપિયા કરાયા હતા જે 20 કરાયા છે. કોમર્શિયલ મિલ્કતો માટે પ્રતિ ચોરસ મીટરે 37 રૂપિયા કરાયા હતા જે 34 કરાયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે