નવી દિલ્હી : વીતેલા દાયકાની ટોચની અભિનેત્રી ઝીનત અમાનને પોતાની પાનીપત  ફિલ્મ માટે આશુતોષ ગોવારીકરે સાઇન કરી હોવાની જાણકારી મળી હતી. એક સમયે ઝીનતે બોલિવૂડ સ્ટાર અમિતાભ બચ્ચન સાથે જબરદસ્ત જોડી બનાવી હતી. 'પાનીપત'નું શૂટિંગ ગયા વર્ષે ડિસેમ્બરમાં શરૂ કરવામાં આવ્યું હતું. આશુતોષે કહ્યું હતું કે ફિલ્મમાં ઝીનત કરશે અને તેમના કેરેક્ટરનું નામ સકીના બેગમ હશે. તેઓ આ અઠવાડિયાના અંત સુધીમાં શૂટિંગ કરશે. આ પહેલાં આશુતોષે ફિલ્મ 'ગવાહી'માં ઝીનત અમાન સાથે કામ કર્યું હતું.


ટેલિવિઝનની સુપરહોટ જોડી થઈ અલગ, તમામ વિગતો એક ક્લિક પર


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"220713","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


[[{"fid":"220714","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


આશુતોષના ડિરેક્શનમાં બની રહેલી આ ફિલ્મ ત્રીજા પાનીપતના યુદ્ધ પર આધારિત છે. આ યુદ્ધ 14 જાન્યુઆરી, 1761માં મરાઠા તથા અફઘાની શાસક અહમદ શાહ અબ્દાલીના સૈન્ય વચ્ચે થયું હતું. આ ફિલ્મમાં અર્જુન કપૂર, ક્રિતિ સેનન તથા સંજય દત્ત છે. આશુતોષ ગોવારીકર દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહેલી આ ફિલ્મ 6 ડિસેમ્બર, 2019ના દિવસે રિલીઝ થશે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...