મુંબઈ : છેલ્લા કેટલાક દિવસથી કિંગ ખાનના ચાહકો ફિલ્મ 'ઝીરો'ની રાહ જોઈ રહ્યા હતા. હાલમાં આ ફિલ્મનો મિક્સ રિવ્યુ સામે આવ્યો છે. ફિલ્મમાં શાહરૂખે વામન બઉઆ સિંહનો રોલ કર્યો છે. હવે મળેલી એક ખાસ માહિતી પ્રમાણે ફિલ્મ ઝીરોમાં કેટરિના કૈફની રિયલ લાઇફની ઝલક જોવા મળશે. ફિલ્મમાં કેટરિનાનું પાત્ર એ તબક્કાને હાઇલાઇટ કરે છે જે દરમિયાન તેનું બ્રેકઅપ થયું હતું. આ પછી તેણે જે હિંમતથી પોતાની જાતને સંભાળી હતી એને ફિલ્મના પડદે દેખાડવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Video : પ્રિયંકા નથી લજામણી દુલ્હન, રિસેપ્શનમાં દીપિકા સાથે કર્યો ધમાલ ડાન્સ


ફિલ્મમાં કેટરિના એક એક્ટ્રેસની ભૂમિકામાં છે. હાલમાં રિલીઝ થયેલી ગીત 'હીર બદનામ'માં તે નશા અને ડિપ્રેશનનો સામનો કરતો દેખાઈ રહી છે. મળતી માહિતી પ્રમાણે રિયલ લાઇફમાં જ્યારે કેટરિના અને રણબીરનું બ્રેકઅપ થયું હતું ત્યારે કેટરિનાની હાલત આવી જ હતી. રણબીર અને કેટરિનાની રિલેશનશીપ પાંચ વર્ષ સુધી ચાલી હતી. જોકે તેમના લગ્નના સમાચાર આવવાના શરૂ થયા કે તરત તેમનું બ્રેકઅપ થઈ ગયું હતું. 


જાણકારોના મત પ્રમાણે 'Zero' શાહરૂખના જીવનની સૌથી મોટી ફિલ્મ છે અને આ ફિલ્મને સફળ બનાવવા માટે શાહરૂખ કોઈ કસર બાકી રાખવા નથી માગતો. શાહરૂખ આ ફિલ્મમાં એક વામન વ્યક્તિનો રોલ ભજવી રહ્યો છે જેના માટે તેણે બહુ આકરી મહેનત કરી છે. આ ફિલ્મમાં શાહરૂખ સિવાય અનુષ્કા અને કેટરિના મુખ્ય ભુમિકા ભજવી રહ્યા છે.


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...