ઉદય રંજન/અમદાવાદ: AMCમાં કોન્ટ્રાક્ટ અપાવવાના બહાને 1 કરોડની છેતરપિંડીની ફરિયાદ કરવામાં આવી છે. વર્ક ઓર્ડરનો ખોટો લેટર બતાવી આરોપીઓએ છેતરપિંડી આચરતા ફરિયાદના આધારે આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા એક આરોપીની ધરપકડ કરી છે. મુખ્ય આરોપી વિદેશ ફરાર થઈ ચૂક્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચોમાસું શરૂ થતાં જ ગુજરાતમાં વરસાદે ક્યાં વેર્યો વિનાશ? આ દ્રશ્યો હૈયું વલોવી નાંખશે


રોજ બરોજ અલગ અલગ બહાના હેઠળ ગઠિયાઓ દ્વારા છેતરપિંડી કરવામાં આવતી હોય છે પરંતુ અમદાવાદ eow માં એક એવી છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફોલ્ડર પંપ તથા તેની એમ.સી.સી પેનલ અને તેના હેડ નું રીપેરીંગ અને મેન્ટેનન્સ ના કોન્ટ્રાક્ટ આપવાના બહાને છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાય છે. પોલીસે ફરિયાદના આધારે આરોપી ગૌતમ પટેલની ધરપકડ કરી છે. જોકે આ કૌભાંડનો માસ્ટર માઈન્ડ સુમિત કુમાર રાવલ હાલ વિદેશ ભાગી ગયો છે જેને પકડવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. તો આ કામનો વધુ એક આરોપી વેરલ ઉર્ફે વિરલ દોશીની પણ પોલીસે શોધખોળ હાથ ધરી છે.


શિક્ષકોની ભરતીને લઇને ખુશખબર, TET-TAT મુદ્દે ઋષિકેશ પટેલનું મહત્વપૂર્ણ નિવેદન


સમગ્ર કૌભાંડની મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો ફરિયાદી તેના મિતેષ કુમાર પટેલ કે જે સાબરકાંઠાના રહેવાસી છે અને શિક્ષકની નોકરી કરે છે. તેમને વર્ષ 2021માં આરોપી સુમિત કુમાર રાવલ સાથે પરિચય થયો હતો અને બંને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. જે બાદ આરોપી સુમિત કુમારે અમદાવાદ મહાનગરપાલિકામાં તેની સારી ઓળખાણ હોવાનું કહી AMCનો ફોલ્ડર પંપ તથા તેની એમ.સી.સી પેનલ તથા હેડનું રીપેરીંગ તથા મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ અપાવવા બાબતે વાતચીત કરી લાલચ આપી હતી. 


જેના વિશ્વાસમાં આવીને ફરિયાદી મિતેશકુમાર સુમિત કુમારને કોન્ટ્રાક્ટ પેટે અલગ અલગ રીતે એક કરોડથી વધુની રકમ આપી હતી. જે બાદ આરોપી સુમિત કુમારે મિતેશ કુમારને કોન્ટ્રાક્ટ મળી ગયા હોવાનો ખોટો લેટર આપ્યો હતો અને મીતેશકુમારને વેરલ ઉર્ફે વિરલ દોશીના નામનો 16 કરોડનો ચેક પણ આપ્યો હતો. જે ચેક ફરિયાદી મિતેશકુમારે બેન્ક એકાઉન્ટમાં ભરતા તે રિટર્ન થયો હતો. 


હવે છોતરાં કાઢી નાંખશે! ગુજરાતમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય, ક્યા પડશે અતિભારે વરસાદ


સમગ્ર મામલે સુમિતકુમારે ચેક ક્લિયર ન થાય તો આંગડીયા મારફતે પૈસા આપવાની વ્યવસ્થા કરી આપવાનું કહ્યું હતું અને બાદમાં ફરીથી વેરલ ઉર્ફે વિરલનાં નામનો 64 કરોડ નો ચેક ફરિયાદી મિતેશકુમારને આપ્યો હતો. જે બાદ મિતેશકુમાર પર દબાણ કરીને 64 કરોડનો ચેક પરત લઈ લેતા મિતેશકુમારને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું ખ્યાલ આવ્યો હતો. 


ગુજરાતના આ રમણીય સ્થળોએ ખીલી ઉઠ્યું કુદરતી સૌંદર્ય, નદી-નાળા છલકાવા લાગ્યા!


ફરિયાદી મિતેશકુમાર તેણે આપેલા એક કરોડથી વધુ રૂપિયાની રકમની અનેક વખત માંગણીઓ કરતા હતા, પરંતુ સુમિતકુમાર ખોટા વાયદાઓ કર્યા હતા અને તેમણે આ કોન્ટ્રાક્ટમાં વિષ્ણુ પટેલ નામનો વ્યક્તિ પણ ભાગીદાર હોવાનું કહી વિષ્ણુ પટેલના નામના બે ચેક આપી મિતેશકુમારને ફરીથી વિશ્વાસમાં લીધા હતા. જોકે થોડા સમય સુધી પૈસા નહીં આપતા આખરે મિતેશકુમારે આર્થિક ગુના નિવારણ શાખામાં પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદને આધારે પોલીસે આરોપી ગૌતમ પટેલની ધરપકડ કરી છે. જોકે પોલીસે મુખ્ય આરોપી સતીશ કુમાર અને વેરલ ઉર્ફે વિરલની શોધખોળ હાથ ધરી છે.