ચોમાસું શરૂ થતાં જ ગુજરાતમાં વરસાદે ક્યાં વેર્યો વિનાશ? 25 ગામોને સંક્ટ, આ દ્રશ્યો હૈયું વલોવી નાંખશે!

ભાલ પંથકમાં પાણી ભરાઈ જવાની આ સ્થિતિ પાછળ જવાબદાર રાજકીય સાંઠગાંઠ છે. કુદરતી વહેણ બંધ થઈ જતાં ભાવનગર સહિત આસપાસના ત્રણ જિલ્લાનું પાણી ભાલ પંથકમાં એકઠું થાય છે. હજારો એકર જમીન મીઠાના અગરોને ફાળવી દેવામાં આવી છે જેના કારણે પાણીનો નિકાલ થઈ શક્તો નથી.

ચોમાસું શરૂ થતાં જ ગુજરાતમાં વરસાદે ક્યાં વેર્યો વિનાશ? 25 ગામોને સંક્ટ, આ દ્રશ્યો હૈયું વલોવી નાંખશે!

Gujarat Monsoon 2024: ચોમાસું શરૂ થતાં જ ભાવનગરના ભાલ પંથકમાં સૌથી મોટો ખતરો ટોળાય છે. આ વર્ષે પણ 25 જેટલા ગામ પર સંકટ ઉભું થયું છે. કુદરતી વહેણ બંધ થઈ જતાં ત્રણ જિલ્લાનું પાણી ભાલ પંથકમાં ફરી વળે છે અને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે. છેલ્લા 5 વર્ષથી ચાલી આવતી આ સમસ્યાનો કોઈ નિકાલ જ નથી આવતો ત્યારે શું છે આ સમસ્યા? કેમ વર્ષો જૂની સમસ્યાનો નથી આવતો કોઈ ઉકેલ?

  • ચોમાસું શરૂ થતાં ભાલ પંથકમાં આવ્યું સંકટ!
  • 25 જેટલા ગામમાં જળબંબાકારની સ્થિતિ 
  • પાણી નિકાલની નથી કોઈ વ્યવસ્થા
  • ગામ-ખેતર બધુ જ થઈ જાય છે પાણી-પાણી
  • કુદરતી વહેણ બંધ થતાં સર્જાઈ છે સમસ્યા 

અમદાવાદ-ભાવનગર રોડ પર આવેલા ભાલ પંથકમાં પાણી ભરાઈ રહેવાની આ સમસ્યા કંઈ નવી નથી. દર વર્ષે ચોમાસામાં આવી જ સ્થિતિનું નિર્માણ થાય છે. હજુ તો ચોમાસું મનમુકીને શરૂ પણ નથી થયું ત્યાં ભાલ પંથક પાણી-પાણી થઈ ગયો છે. હજારો એકર જમીન પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. આ દ્રશ્યો જોઈ એવું લાગે કે અહીં 15-20 ઈંચ વરસાદ પડ્યો હશે તેના કારણે આ સ્થિતિ બની હશે. પરંતુ અહીં હજુ 5 ઈંચ વરસાદ પણ વરસ્યો નથી ત્યાં આવી સ્થિતિ ઉદભવી છે તો સમજી શકાય કે વરસાદ વધશે તો શું થશે?.

ભાલ પંથકમાં પાણી ભરાઈ જવાની આ સ્થિતિ પાછળ જવાબદાર રાજકીય સાંઠગાંઠ છે. કુદરતી વહેણ બંધ થઈ જતાં ભાવનગર સહિત આસપાસના ત્રણ જિલ્લાનું પાણી ભાલ પંથકમાં એકઠું થાય છે. હજારો એકર જમીન મીઠાના અગરોને ફાળવી દેવામાં આવી છે જેના કારણે પાણીનો નિકાલ થઈ શક્તો નથી. જ્યાં પાણીનું વહેણ નીકળે છે ત્યાં દબાણ કરાયું છે. અગરિયાઓએ બનાવેલા પાળા પાણીના નિકાલ માટે અવરોધરૂપ બને છે. ભાલના 25 જેટલા ગામની જમીન અને ખેતરોમાં આ પાણી ભરાયેલું રહે છે અને આ સમસ્યા છેલ્લા પાંચ વર્ષથી હોવા છતાં પણ તંત્ર દર વખતે આંખ આડા કાન કરે છે.

કેમ સર્જાય છે સમસ્યા? 

  • કુદરતી વહેણ બંધ થઈ જતાં 3 જિલ્લાનું પાણી ભાલ પંથકમાં એકઠું થાય છે
  • હજારો એકર જમીન મીઠાના અગરોને ફાળવી દેવામાં આવી છે
  • પાણીનો નિકાલ થઈ શક્તો નથી
  • પાણીનું વહેણ નીકળે છે ત્યાં દબાણ કરાયું છે
  • અગરિયાઓએ બનાવેલા પાળા પાણીના નિકાલ માટે અવરોધરૂપ બને છે

અમરેલી, બોટાદ અને ભાવનગર જિલ્લામાં કુલ 14 નદીઓ આવેલી છે, આ નદીઓના આગળ જઈને 5 નદીઓ બની જાય છે. આ પાંચેય નદીઓ ભાલ પંથકમાંથી પસાર થઈને દરિયામાં ભળે છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી જ્યાંથી નદીઓ પસાર થાય છે ત્યાં મીઠાના અગરોનું નિર્માણ થયું છે. હજારો એકર જમીન પર અગરિયાઓ મીઠાની ખેતી કરતાં હોવાથી પાણી નિકાલ થઈ શક્તું નથી. જે નદીઓનું પાણી દરિયામાં ભળતું હોય છે તે ભળતું નથી. આ તમામ પાણી એક જગ્યાએ એકઠું થઈ જાય છે અને ભાલ પ્રદેશમાં રહેતા લોકોના ઘરો, ખેતરો પાણીથી તરબોળ થઈ જાય છે અને અનેક ગામ સંપર્ક વિહોણા બની જાય છે.

દર વર્ષે સર્જાતી આ સમસ્યાના સમાધાન માટે તંત્ર પણ આંખ આડા કાન કરે છે. આ સમસ્યા મામલે અમે તંત્રનો સંપર્ક કર્યો હતો પરંતુ અધિકારીએ જવાબ આપવામાં ગલ્લાતોલા કર્યા હતા. અમારા સંવાદદાતા નવનીત દલવાડીએ અધિકારીનો સંપર્ક કર્યો તો તેમણે બાઈટ આપવામાં બહાના બતાવ્યા હતા. વિકાસ સારી વસ્તુ છે, પરંતુ વિકાસ એવો ન હોવો જોઈએ કે તે બીજાના માટે વિનાશ બને. મીઠાના અગરિયાઓને જમીન ફાળવી તેમને રોજીરોટી અપાઈ છે, પરંતુ અગરિયાઓને કારણે 25 ગામ ડૂબમાં જતાં રહ્યા છે. તેમનો પણ તંત્રએ વિચાર કરવો જોઈએ.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news