હવે છોતરાં કાઢી નાંખશે! ગુજરાતમાં મજબૂત સાયક્લોનિક સિસ્ટમ સક્રિય, ક્યા પડશે ભારેથી અતિભારે વરસાદ

​Gujarat Monsoon 2024: ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. જેના કારણે આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં વરસાદ પડી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં આજે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. દરિયાઈ વિસ્તારમાં 35થી 45 અને 55 કિલોમીટર પ્રતિ કલાક પવન ફૂંકાવાની શક્યતા દર્શાવવામાં આવી છે. 

1/8
image

ગુજરાતના માથા પર તોળાઈ રહ્યું છે મોટું સંકટ. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓના કુલ 122 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ જૂનાગઢના વીસાવદરમાં સવા 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. 4 ઈંચ વરસાદ એ વાતનો પુરાવો છેકે, હવે ચોમાસુ બરાબર બેસી ગયું છે. એક બાદ એક હવે ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યાં છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આજે પણ 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે બાકીના જિલ્લાઓમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

2/8
image

27 જૂન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દિવસે બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર,  દ્વારકા અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. જ્યારે 28 જુને પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે. આ દિવસે સુરત, નવસારી, વલસાડ, તાપી, દમન, દાદરા નગર હવેલી, 29 જૂને ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, તાપી, દમન, દાદરા નગર હવેલી અને 30 જૂને નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.

3/8
image

ખાસ કરીને ગુજરાતમાં આજે પણ ભારે વરસાદની હવામાન દ્વારા આગાહી કરવામાં આવી છે. એટલું જ નહીં તંત્ર દ્વારા કેટલાંક જિલ્લાઓને ભારે વરસાદની સંભાવનાને પગલે સતર્ક રહેવા માટે પણ સુચના આપી દેવામાં આવી છે. દરિયાઈ વિસ્તારોમાં તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની પણ સુચના આપી દેવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે.

4/8
image

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જુલાઈમાં વરસાદ કેવો રહેશે તેની આગાહી કરી છે. જેમાં 11 જુલાઈએ ઈસાની વીજળી થાય અને વીજળી સર્પ આકારે સફેદ રંગની થાય તો સવા ત્રણ દિવસે વરસાદ રહેવાની શક્યતા. 15-16 જુલાઈએ રાજ્યમાં પવન સાથે રાજ્યમાં વરસાદની શક્યતા. 17-18 જુલાઈએ મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા અને 19-22 જુલાઈએ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે.

5/8
image

હવામાન વિભાગની આગાહી વચ્ચે હાલ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો. જેમાં ખાસ કરીને બોટાદ, ગીરસોમનાથ, રાજકોટ, કચ્છ, અમરેલી, ઉના, જૂનાગઢ સહિતના જિલ્લામાં વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે માર્ગો પર પાણી ફરી વળ્યાં છે. કચ્છના માંડવીના ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદથી રસ્તા પર પાણી વહેતા થયા. બોટાદમાં પણ સારો વરસાદ પડતાં રસ્તા પર પાણી ફરી વળ્યાં છે.

ક્યાં-ક્યાં કરાઈ છે ભારે વરસાદની આગાહી?

6/8
image

ખાસ કરીને આજે પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુરમાં પડશે ભારે વરસાદ થઈ શકે છે તેવી શક્યતા હવામાન દ્વારા વ્યક્ત કરાઈ છે. એટલું જ નહીં રાજ્યના અમરેલી, ભાવનગર, ગીરસોમનાથમાં પણ મનમુકીને વરસી શકે છે મેઘો. આ સાથે જ આજે રાજ્યભરમાં ભારે પવન સાથે વાવાઝોડાની પણ આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત આવતીકાલે પણ ગુજરાતમાં વરસાદની ધુઆંધાર બેટિંગ ચાલુ જ રહેવાની છે. જેમાં રાજ્યના બીજા જિલ્લાઓનો ઉમેરો થશે. આવતીકાલે રાજ્યના નવસારી, વલસાડ, તાપીમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ સાથે જ આવતીકાલે રાજ્યના દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદ રહેશે.

આ 20 જિલ્લામાં યલો અને 5 જિલ્લામાં રેડ એલર્ટઃ

7/8
image

ગુજરાતના અનેક જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે. અમરેલી, છોટાઉદેપુર, પાવાગઢ, ગોંડલ, અમદાવાદ, ડાંગ, સુરેન્દ્રનગર, પંચમહાલ, ખેડા, જૂનાગઢના વિસાવદર, દાહોદ, વડોદરાના પાદરામાં જોરદાર વરસાદ વરસ્યો છે. ગાજવીજ સાથે વરસાદ વરસતા ઢીંચણસમા પાણી ભરાઈ ગયા છે.

ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી

8/8
image

આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે. આગામી સાત દિવસ રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામશે અને ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ વરસી શકે છે. જો કે, હજુ પણ ચોમાસુ ઉત્તર ગુજરાત સુધી પહોંચ્યું નથી. પરંતુ સાઈક્લોનિક સર્ક્યુલેશનને કારણે વરસાદી માહોલ જામ્યો છે.