આશ્કા જાની, અમદાવાદ: ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં પાણી છોડવામાં આવતા આગામી સમયમાં વાસણા બેરેજના દરવાજા પણ ખોલવા પડે તેવી શક્યતાઓ છે. ધરોઈ ડેમ 98 ટકા પાણીથી ભરાયેલો છે જેના કારણે ડેમના બે દરવાજા 2 ફૂટ ખોલી 68345 ક્યુસેક પાણી ગઇકાલે છોડાતા આગામી સમયમાં વાસણા બેરેજના પણ દરવાજા ખોલવા પડે તેવી શક્યતાઓ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- સમગ્ર કચ્છમાં 260% જેટલો વરસાદ, પશુઓમાં રોગચાળો વકરતાં માલધારીઓ ચિંતિત


હાલ વાસણા બેરેજનો એક દરવાજો ખુલ્લો મુકાયો છે અને પાણીની સપાટી 133 ફૂટ છે. હાલ ધરોઇ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. તેથી નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી વરસાદે વિરામ લીધો હતો. ત્યારે હવે ફરીથી વરસાદી માહોલ જોવા મળ્યો છે. ઉત્તર ગુજરાતમાં હાલ ચોમેર વરસાદ છે. જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, અંબાજી, મહેસાણા, અરવલ્લી સર્વત્ર વરસાદી માહોલ છે. તો અંબાજી પંથકમાં 3 ઈંચ વરસાદ ખાબકી પડ્યો છે. જેથી બજારમાં પાણીના ભારે વહેણમા વાહનો પણ તણાયા હતા.


આ પણ વાંચો:- બાર કાઉન્સિલની ચૂંટણી: કિરીટ બારોટની ચેરમેન અને શંકરસિંહ ગોહિલ વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ


આવામાં ઉત્તર ગુજરાતમાં અનેક સ્થળોએ વીજળી પડવાના બનાવોમાં ચાર લોકોના મોત નિપજ્યા છે. મહેસાણામાં બે કામદારોના મોત નિપજ્યા છે. તો અરવલ્લીમાં અલગ અલગ સ્થળે બે લોકોના મોત નિપજ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર