ઝી બ્યુરો/અંબાજી: શક્તિપીઠ અંબાજી મંદિરમાં આજે અંબાજી મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા નખાતા દાનભેટમાં રૂપિયાને, સોના-ચાંદી ભંડારમાં નાખતા હોય છે. તે ભંડાર દર મંગળવારે ખોલવામાં આવે છે, ત્યારે આજે મંગળવારે અંબાજી મંદિરનું ભંડાર ખોલતા ચૂંદડીમાં બાંધેલી સોનાની 100 ગ્રામ વાળી 10 લગડીઓ મંદિરને ભેટમાં ચઢાવવામાં આવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવું અમે નથી કહેતા..ભયાનક છે આગાહી, ભૂક્કા કાઢશે મેઘો! ગુજરાતના 65 ટકા વિસ્તારો ઝપેટ


તે લગડીઓ આજે ભંડાર ખુલતા મંદિર ટ્રસ્ટના હિસાબી અધિકારીને હાથ લાગી હતી. જોકે જે શ્રદ્ધાળુએ ભંડારમાં આ લગડી નાખી છે, તેને પોતાનું કોઈ જ નામ સરનામું મુકવામાં આવેલ નથી. દાતાએ ગુપ્ત દાન રૂપે આ સોનું મંદિરમાં ચડાવ્યું હતું. અંબાજી મંદિરમાં આજે મંગળવારે ભંડાર ગણાતા આ સોનું જે 100 ગ્રામ વાળી સોના ની 10 લગડીઓ જે એક કિલો વજનની થાય છે. જે અંદાજે કિંમત 70થી 75 લાખની થવા જાય છે. 


હવે ખમૈયા કરો! 35 દિવસમાં ત્રીજી વખત પૂર, કેમ વારંવાર ડૂબે છે ગુજરાતનો આ જિલ્લો?


મંદિર ટ્રસ્ટ એ આ સોનું મેળવી પોતાના સ્ટ્રોંગ રૂમમાં મુકવામાં આવ્યું હતું. મંદિર ટ્રસ્ટના અધિક કલેકટરે માહિતી આપતા જણાવ્યું હતું કે હાલ મંદિરને સુવર્ણમય બનાવવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે આવા દાતાઓ અવિરતપણે મંદિરને દાન આપી ભંડાર છલકાવતાં હોય છે. જોકે આજે સોનાની સાથે જે રોકડ રકમ ગણવામાં આવી હતી. તે પણ 27 લાખને પાર પહોંચી હતી. જે મંદિરમાં એક સપ્તાહ દરમિયાન આવેલા શ્રદ્ધાળુઓએ દાનનો ધોધ વહેવડાવ્યો હતો. 


શું હવે ગુજરાતના આ શહેરમાં પૂર આવશે! સર્જાઈ એક મહામુસીબત, કરવો પડશે સમસ્યાનો સામનો