સત્તાના નશામાં મનમાની કરી નિર્ણયો લેનાર અધિકારને ફટકાર્યો 10 લાખનો દંડ, જાણો શું છે મામલો
ચીફ ઓફિસર (Chief Officer) પાસે કાર ન હોવાથી ભાડાના કારમાં ફરતા તે વખતે પાલિકામાં કોઈ પણ જાતનો ઠરાવ કર્યા સિવાય ૧૦.૫૦ લાખના ખર્ચે નવી કાર લાવવામાં આવી હતી.
જપ્તવ્ય યાજ્ઞિક, આણંદ: ઉમરેઠ (Umreth) નગરપાલિકામાં તત્કાલીન પ્રમુખ સંગીતાબેન તથા ચીફ ઓફિસર (Chief Officer) અને એકાઉન્ટન્ટે ભેગા મળીને જે તે સમયે ૧૦.૫૦ લાખની નવી કાર (Car) મંગાવી હતી. આમ કોઈપણ જાતના ઠરાવ કે સભ્યો સાથે ચર્ચા કર્યા વગર પાલિકામાં ૧૦ લાખનો ખર્ચ પાડીને કાર મંગાવી હતી.જે બાબતે જાગૃત નાગરિકો દ્વારા વડોદરા (Vadodara) પ્રાદેશિક કમીશ્નરને લેખિત રજુઆત કરી હતી.
તેઓએ તપાસ કરતા આ લોકોએ સત્તાનો દુરપયોગ કરીને ખોટી રીતે કાર મંગાવી છે.જેથી પ્રાદેશિક કમીશ્નરે જે તે સમયના પ્રમુખ, ચીફ ઓફિસર (Chief Officer) અને એકાઉન્ટન્ટ પાસે રૂપિયા. ૧૦.૫૦ લાખ વસુલવા માટે હુકમ કર્યો છે.}
સૂકલકડી હત્યારાએ પોલીસથી બચવા વધાર્યું 50 કિલો વજન, 2 વર્ષ બાદ પોલીસે ઝડપાયો
ઉમરેઠ (Umreth) નગરપાલિકામાં જે તે સમયે પ્રમુખ તરીકે સંગીતાબેન પટેલ (Sangitaben Patel) હતા અને તે સમયે ચીફ ઓફિસર (Chief Oficer) તરીકે ભારતીબેન સોમાણી (Bharati Somani) ફરજ બજાવતા હતા. ત્યારે ચીફ ઓફિસર (Chief Officer) પાસે કાર ન હોવાથી ભાડાના કારમાં ફરતા તે વખતે પાલિકામાં કોઈ પણ જાતનો ઠરાવ કર્યા સિવાય ૧૦.૫૦ લાખના ખર્ચે નવી કાર લાવવામાં આવી હતી. આમ જે તે સમયે પ્રમુખ અને ચીફ ઓફિસરે (Chief Officer) સત્તાનો દુરપયોગ કરી પાલિકાના નાણાનો ખોટી રીતે ઉપયોગ કર્યો હતો.
જે બાબતે ઉમરેઠ (Umareth) ના જાગૃત નાગરિક નીલેશ વ્યાસ (Nilesh Vyas) અને ભરતભાઈ ઠાકરે ઉચ્ચ કક્ષાએ તેમજ પ્રાદેશિક કમીશ્નર વડોદરાને લેખિત રજુઆત કરી જે બનાવ અંગે તપાસ કરાવતા સત્તાધીશોએ સત્તાનો દુરપયોગ કરી ખોટી રીતે નાણાં વેડફ્યા હોવાનું જણાઈ આવ્યું હતું. જે બાબતે વડોદરા પ્રાદેશિક કમિશ્નરે ભુતપુર્વ પ્રમુખ સંગીતાબેન પટેલ, સીઓ ભારતીબેન સોમાણી અને ચીફ એકાઉન્ટન્ટને નોટીસ પાઠવીને રૂપિયા. ૧૦.૫૦ લાખ દિન ૩૦ માં પાલિકામાં જમા કરવા હુકમ કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube