સૂકલકડી હત્યારાએ પોલીસથી બચવા વધાર્યું 50 કિલો વજન, 2 વર્ષ બાદ પોલીસે ઝડપાયો
ઉધના (udhana) ના રોડ નં.૯ની ઉમેશ ગેંગ અને રાહુલ એપાર્ટમેન્ટની ગેંગ વચ્ચે છેલ્લાં ઘણાં સમયથી દુશ્મનાવટ ચાલે છે. આધિપત્ય જમાવવા બંને ગેંગ એકબીજા પર હુમલો કરે છે.
Trending Photos
ચેતન પટેલ, સુરત: ખૂનની કોશિશના ગુનામાં અઢી વર્ષથી નાસતા-ફરતા માથાભારે રાહુલ એપાર્ટમેન્ટના સાગરિતને ડિંડોલી (Dindoli) પોલીસે (Police) પકડી પાડ્યો હતો. હરિફ ગેંગના સભ્ય પર હુમલો કર્યા બાદ સૂકલકડી ગૌતમે પોલીસ (Police) થી બચવા ૫૦ કિલો વજન વધારી દીધું હતુ. હેવી વેઇટને કારણે એક તબક્કે પોલીસ (Police) પણ આરોપીને ઓળખી શકી ન હતી.
ડીંડોલીમાં ગત તા.૧૨-૧૧-૧૮ના રોજ રાત્રિના સુમારે ઘરની બહાર મિત્રો સાથે બેસેલા મોનુ પર હુમલો થયો હતો. રેલવે પટરી તરફથી અંધારામાં માથાભારે રાહુલ એપાર્ટમેન્ટ સહિત ૭-૮ જણા ઘતાક હથિયારો સાથે ધસી આવ્યા હતા અને રાહુલ એપાર્ટમેન્ટ બાદ વારાફરતી તેના ગૌતમ વાનેખેડે સહિતના માણસોએ મોનુ પર આડેધડ ઘા ઝીંકી દીધા હતા.
ઉધના (udhana) ના રોડ નં.૯ની ઉમેશ ગેંગ અને રાહુલ એપાર્ટમેન્ટની ગેંગ વચ્ચે છેલ્લાં ઘણાં સમયથી દુશ્મનાવટ ચાલે છે. આધિપત્ય જમાવવા બંને ગેંગ એકબીજા પર હુમલો કરે છે. જેની અદાવતમાં જ ઉમેશ ગેંગના મોનુ પર હુમલો કરાયો હતો. બનાવ અંગે ડિંડોલી પોલીસે હત્યા (Murder) ની કોશિશનો ગુનો નોંધી રાહુલ એપાર્ટમેન્ટ સહિતના આરોપીઓની ધરપકડ કરી હતી.
જ્યારે આ ગેંગ (Gang) નો સાગરિત ગૌતમ વાનખેડે નાસતો-ફરતો હતો. દરમિયાન પીઆઇ સાળુંકેના માર્ગદર્શન હેઠળ પોલીસ કર્મીઓ ચેતન વાનખેડે અને સંતોષ પાટીલે બાતમીને આધારે ગૌતમ ભાસ્કર વાનખેડેની ધરપકડ કરી હતી.
પોલીસના જણાવ્યા પ્રમાણે ગૌતમે પોલીસથી બચવા વજન વધારી દીધું હતુ. અગાઉ ૬૦-૬૫ કિલો વજનના ગૌતમનું હાલનું વજન ૧૧૫ કિલો છે. હેવીવેઇટના ગૌતમને જોઇ એક તબક્કે પોલીસ પણ હેબક ખાઇ ગઇ હતી. ભારે વજનને કારણે તે પોલીસથી બચતો રહ્યો હતો. ગૌતમ કાર ડ્રાઇવિંગ કરી શહેરની બહાર જ રહેતો ફરતો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે