ધ્રાંગધ્રા : નદી વચ્ચે ટ્રેક્ટરમાં ફસાયેલા 7 તણાયા, ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટરથી રેસ્કયુ કામગીરી ન થઈ
સુરેન્દ્રનગરમાં ભારે વરસાદને પગલે પરિસ્થિતિ ધીરે ધીરે વણસી રહી છે. અનેક વિસ્તારોમાં ભારે વરસાદથી પાણી ભરાયા છે. ત્યારે ધ્રાંગધ્રાના વાવડી ગામે ટ્રેક્ટરમાં 10 લોકો ફસાયા છે. આ લોકોને બચાવવા માટે હેલિકોપ્ટર દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી રહી છે તેવુ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાજેતરમાં એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું.
મયુર સંધી/સુરેન્દ્રનગર :સુરેન્દ્રનગરમાં ભારે વરસાદને પગલે પરિસ્થિતિ ધીરે ધીરે વણસી રહી છે. અનેક વિસ્તારોમાં ભારે વરસાદથી પાણી ભરાયા છે. ત્યારે ધ્રાંગધ્રાના વાવડી ગામે ટ્રેક્ટરમાં 10 લોકો ફસાયા છે. આ લોકોને બચાવવા માટે હેલિકોપ્ટર દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી રહી છે તેવુ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાજેતરમાં એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું.
ભરૂચ : ગોલ્ડન બ્રિજ ખાતે 6 વર્ષ બાદ નર્મદા નદીએ 28 ફૂટની સપાટી વટાવી
ટ્રેક્ટરમાં ફસાયેલા 7 લોકો નદીમાં તણાયા
પ્રાપ્ત માહિતી અનુસાર, ધ્રાંગધ્રાના વાવડી ગામે નદીમાંથી ટ્રેક્ટર લઈને જતા લોકો પાણીના વહેણમાં ફસાયા હતા. ત્યારે 3 વ્યક્તિને રેસ્ક્યૂ કરીને બચાવી લેવાયો હતો, પણ બાકીના 7 લોકો ટ્રેક્ટરમાં ફસાયા હતા, જેઓ નદીમાં તણાયા હતા. આ માટે સ્થાનિક વહીવટી તંત્રએ આ બચાવ કામગીરી માટે વાયુસેનાની મદદ માંગી હતી. ત્યારે ફસાયેલાને બચાવવા માટે હેલિકોપ્ટર રવાના કરવામાં આવ્યા હતા. દક્ષિણ પશ્ચિમ એરકમાન્ડ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પરંતુ ખરાબ હવામાનને પગલે હેલિકોપ્ટરથી રેસ્કયુ કામગીરી ન થઈ શકી. તેથી એનડીઆરએફની ટીમ દ્વારા પાણીના ધસમસતા પ્રવાહમાં તણાયેલા સાત લોકોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
વડોદરામાં વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી ક્રોસ કરી, લોકોના ઘરોમાં પાણી ઘૂસવાની શરૂઆત થઈ
રાજકોટમાં ધોધમાર વરસાદ : ન્યારી ડેમમાંથી પાણી છોડાતા 19 ગામોને એલર્ટ કરાયા
માલધારી 200 ભેંસો સાથે ફસાયા
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ભોયકા ગામે વરસાદને પગલે રઘુભાઈ કરશનભાઈ ભરવાડ નામના માલધારી પોતાની ભેંસો સાથે પૂરના પાણીમાં ફસાયા હતા. મોડીરાત્રે તેમને બચાવવાની કામગીરી કરવામાં આવી હતી. ખડેપગે રહેલ એન.ડી.આર.એફની ટીમે રાત્રે ૨:૦૦ કલાકે રેસ્ક્યુ કરી તેઓને સહીસલામત બહાર કાઢ્યા હતા. ગામના લોકોના કહેવા મુજબ આ માલધારીએ મંદિરે આશરો લીધો હતો. ]
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :