રાજકોટમાં ધોધમાર વરસાદ : ન્યારી ડેમમાંથી પાણી છોડાતા 19 ગામોને એલર્ટ કરાયા

ગુજરાતમાં હાલ સર્વત્ર વરસાદ છે, જેમાં રાજકોટ પણ બાકાત નથી. રાજકોટમા 24 કલાકમાં 162 એમએમ વરસાદ પડ્યો છે. હજી પણ રાજકોટ શહેર જિલ્લામાં ધોધમાર વરસાદ ચાલુ છે. જેને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. રાજકોટમાં આજે ભારે વરસાદને લઈને શહેરની અનેક સ્કૂલ અને કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે. શહેર અને જિલ્લામાં સ્કૂલોના સંચાલકોએ વરસાદને પગલે આ નિર્ણય લીધો છે.

Updated By: Aug 10, 2019, 10:53 AM IST
રાજકોટમાં ધોધમાર વરસાદ : ન્યારી ડેમમાંથી પાણી છોડાતા 19 ગામોને એલર્ટ કરાયા

સત્યમ હંસોરા/રાજકોટ :ગુજરાતમાં હાલ સર્વત્ર વરસાદ છે, જેમાં રાજકોટ પણ બાકાત નથી. રાજકોટમા 24 કલાકમાં 162 એમએમ વરસાદ પડ્યો છે. હજી પણ રાજકોટ શહેર જિલ્લામાં ધોધમાર વરસાદ ચાલુ છે. જેને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. રાજકોટમાં આજે ભારે વરસાદને લઈને શહેરની અનેક સ્કૂલ અને કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે. શહેર અને જિલ્લામાં સ્કૂલોના સંચાલકોએ વરસાદને પગલે આ નિર્ણય લીધો છે.

મોન્સૂન બ્રેકિંગ : બરવાળામાં 15 ઈંચ, મહુધા-ધંધુકામાં 13 ઈંચ, કડી-ગઢડામાં 12 ઈંચ, રાણપુર-ગળતેશ્વરમાં 10 ઇંચ વરસાદ

રાજકોટ તાલુકામાં છેલ્લા 24 કલાકમાં પડેલ વરસાદ આંકડા

  • ઉપલેટા 51 mm
  • કોટડાસાંગાણી 153 mm
  • ગોંડલ 137 mm
  • જેતપુર 55 mm
  • જસદણ 102 mm
  • જામકંડોરણા 69 mm
  • ધોરાજી 38 mm

સમગ્ર ગુજરાત વરસાદના બાનમાં, અમદાવાદ પણ પાણી પાણી, 26 ટ્રેન કેન્સલ કરાઈ

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :

ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો
રાજકોટમાં ભારે વરસાદને પગલે ઠેરઠેર પાણી ભરાવના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. રાજકોટનું પોપટ પરાનું નાળુ પાણીમાં ગરકાવ થયું છે. તો શાસ્ત્રી નગરમા પાણી ભરાયા છે. લક્ષ્મીનગરનું નાળુ પાણીમાં ગરકાવ છે. રેલનગર અંડર બ્રિજ પણ પાણીમા ગરકાવ થયો છે. આમ શહેરના મુખ્ય રાજ માર્ગો પર પાણી ફરી વળ્યાં છે. જૂના રાજકોટમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ભારે વરસાદને પગલે રાજકોટની જીવાદોરી સમાન આજી નદી ફરી ગાંડીતૂર બની છે. જેથી ફાયર બ્રિગેડ અને ndrfની ટીમ ખડેપગે ઉભી છે. શહેરમા મોટા ભાગના વિસ્તારોમાં ઢીંચણ સમા પાણી ભરાયા છે. 

રાશિફળ 10 ઓગસ્ટ : એક ખાસ રાશિ માટે આજનો દિવસ ભાગ્યનો છે, જાણો કેવો રહેશે શનિવાર

ન્યારી ડેમમાં પાણી છોડાતા 3 ગામોને એલર્ટ 
રાજકોટમાં પડેલ ભારે વરસાદ ને પગલે તમામ જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે. જેમાં ન્યારી-૧ ડેમમાં 2.50 ફૂટ, આજી-૧ ડેમમાં 1.80 ફૂટ, ભાદર ડેમમાં 1.50 ફૂટ નવા નીરની આવક થઈ છે. ન્યારી-૨ ડેમ ઓવરફ્લો થતા ૧૦ દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા છે. ન્યારી-૨ ડેમમાંથી 21,230 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ન્યારી-૨ ડેમમાં પાણી છોડવામાં આવતા આસપાસના 3 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. રાજકોટ-ભારે વરસાદને કારણે ન્યારી-1 અને ન્યારી-2 ડેમના હેઠવાસમાં આવતા 16 ગામોને એલર્ટ કરાયા છે. ન્યારી-2 હેઠળ આવતા ગોકલપુર, રંગપર, તરઘડી, વિરપુર, પટી-રામપર, બોડી-ઘોડી, પડધરી અને ન્યારી-1 હેઠળ આવતા ઇશ્વરીયા, વડ-વાજડીયા, વાજડીગઢ, વાજડી(વિરડા), હરિપર-પાળ, વેજાગામ, ખંભાળા, ઢાંકરિયા અને ન્યારા ગામને એલર્ટ કરાયા છે.