હિતલ પારેખ, ગાંધીનગર: ગુજરાતીઓ માટે મોટા અપડેટ સામે આવ્યા છે. ઓગસ્ટ મહિનામાં સૌથી વધુ તહેવાર આવતા હોય છે. આવામાં વધુને વધુ લોકો બહાર નીકળતા હોય છે. ત્યારે કોરોના મહામારી વચ્ચે ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરાઈ છે કે, રાજ્યમાં આજથી માસ્ક નહિ પહેરનાર વ્યકિત પાસેથી એક હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- રાજકોટ: રવિન્દ્ર જાડેજા અને રિવાબાને પોલીસ સાથે થઇ માથાકુટ, જાણો શું છે સમગ્ર મામલો


રાજ્યમાં પહેલા 200 પછી 500 અને હવે દંડમાં વધારો કરીને રૂપિયા 1000 કરવામાં આવ્યો છે. માસ્ક વગર ઘરની બહાર નીકળવું આજથી લોકોને મોંઘુ પડશે. રાજ્યમાં આજથી માસ્ક પહેર્યા વગર નીકળતા લોકો પાસેથી પોલીસ તંત્ર દ્વારા રૂપિયા 1000નો દંડ વસૂલ કરવામાં આવશે. ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ગઈકાલથી આ જાહેરાત કરવામાં આવી હતી.


આ પણ વાંચો:- શ્રેય હોસ્પિટલના અગ્નિકાંડમાં ટ્રસ્ટી વિરૂદ્ધ નોંધાઇ ફરિયાદ, FSL રિપોર્ટમાં આ આવ્યું સામે


મુખ્યમંત્રી વિજય રૂપાણીએ માસ્કનો દંડ વધરાવાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ગુજરાત હાઇકોર્ટે આપેલા ચુકાદાનો રાજ્યમાં 11 ઓગસ્ટથી અમલ કરવામાં આવશે. રાજ્યમાં 11 ઓગસ્ટ, મંગળવારથી જાહેરમાં માસ્ક ન પહેરનારા વ્યક્તિઓને 1000 રૂપિયાનો દંડ કરવામાં આવશે. મારી ગુજરાતના સૌ નાગરિકોને અપીલ છે કે, આગામી જન્માષ્ટમી સહિતના તહેવારોમાં બહાર નીકળીને ભીડભાડ ના કરે. કેમકે કોરોના સંક્રમણ આવી ભીડભાડથી વ્યાપક રીતે ફેલાય છે. તેથી આવા સંક્રમણને અટકાવવા સૌ નાગરિકો ઘરમાં જ રહીને તહેવારો ઉજવે. કોરોનાને નિયંત્રિત કરવું આપણા હાથમાં છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર