રાજકોટ: રવિન્દ્ર જાડેજા અને રિવાબાને પોલીસ સાથે થઇ માથાકુટ, જાણો શું છે સમગ્ર મામલો

શહેર સમગ્ર ગુજરાતમાં પોતાના રંગીલા મિજાજના કારણે જાણીતું છે. રાજકોટની નાઇટ લાઇફ સમગ્ર ગુજરાતમાં જાણીતી છે. જો કે કોરોના કાળમાં શહેરને ઝાંખપ લાગી છે. જો કે ભારતીય ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને તેમના પત્ની પણ આજે રાત્રે પોતાની ગાડીમાં ફરવા માટે નિકળ્યાં ત્યારે પોલીસે તેમને અટકાવતા બોલાચાલી થઇ હોવાનું સામે આવી રહ્યું છે. 

Updated By: Aug 11, 2020, 08:30 AM IST
રાજકોટ: રવિન્દ્ર જાડેજા અને રિવાબાને પોલીસ સાથે થઇ માથાકુટ, જાણો શું છે સમગ્ર મામલો

રાજકોટ : શહેર સમગ્ર ગુજરાતમાં પોતાના રંગીલા મિજાજના કારણે જાણીતું છે. રાજકોટની નાઇટ લાઇફ સમગ્ર ગુજરાતમાં જાણીતી છે. જો કે કોરોના કાળમાં શહેરને ઝાંખપ લાગી છે. જો કે ભારતીય ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને તેમના પત્ની પણ આજે રાત્રે પોતાની ગાડીમાં ફરવા માટે નિકળ્યાં ત્યારે પોલીસે તેમને અટકાવતા બોલાચાલી થઇ હોવાનું સામે આવી રહ્યું છે. 

ભાવનગરમાં ધોધમાર તો ગીર સોમનાથમાં ધીમી ધારે વરસાદથી ખેડૂતોમાં આનંદ

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર રવિન્દ્ર જાડેજા તથા તેમના પત્ની રીવા બા જાડેજા રાત્રે પોતાની ગાડીમાં બહાર નિકળ્યાં હતા. જો કે પોલીસ દ્વારા તેમને અટકાવવામાં આવતા પોલીસ જોડે સામાન્ય બોલાચાલી ઉગ્ર દલીલોમાં પરિણમી હતી. જેના કારણે રાજકોટ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. 

બઢતી : કમલ દાયાણી અને મનોજ દાસ સહિત 5 IAS અધિકારીઓને એડિશનલ ચીફ સેક્રેટરી બનાવાયા

અધિકારીઓએ મધ્યસ્થી કરીને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, રવિન્દ્ર જાડેજા ન માત્ર ભારતીય ટીમમાં ઓલરાઉન્ડર છે. સાથે સાથે તે વિશાળ ફેન ફોલોઇંગ પણ ધરાવે છે. તો તેમના પત્ની રીવા બા ભાજપ સાથે જોડાયેલા છે. ઉપરાંત ઘણી રાજકીય વગ પણ ધરાવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર